મતગણતરી/ વડોદરા બાદ રાજકોટમાં પણ મતગણતરી દરમિયાન થયો હોબાળો

વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી દરમિયાન વોર્ડ 10નાં મતગણતરી કેન્દ્રમાં અવ્યવસ્થા સર્જાઇ હોવાના સમાચાર સામેે આવી રહ્યા છે. 

Gujarat Others
અલ્પેશ 31 વડોદરા બાદ રાજકોટમાં પણ મતગણતરી દરમિયાન થયો હોબાળો

વડોદરા મહાનગરપાલિકાની મતગણતરી દરમિયાન વોર્ડ 10નાં મતગણતરી કેન્દ્રમાં અવ્યવસ્થા સર્જાઇ હોવાના સમાચાર સામેે આવી રહ્યા છે.  પોસ્ટલ બેલેટની ગણતરી પુરી થતાં પહેલા ઇવીએમ ખોલાતા વિવાદ સર્જાયો હતો. ઉમેદવારનાં એજન્ટ દ્વારા વાંધો ઉઠાવાતાં હોબાળો થયો હતો. વળી રાજકોટમાં પણ હોબાળો થયો હોવાનુ સામે આવી રહ્યુ છે.

મતગણતરી / રાજ્યની તમામ 6 મહાનગરપાલિકા માટેે મત ગણતરી શરૂ, બેલેટ પેપર બાદ થશે EVM થી મત ગણતરી

આપને જણાવી દઇએ કે, વડોદરામાં મતગણતરી પહેલા જ હોબાળો થયો છે. વધુમાં આરડીસીએ કેમેરા બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. વડોદરા પોલિટેક્નિક ખાતે પ્રવેશદ્વાર પર અવ્યવસ્થાને પગલે હોબાળો થયો છે. અહી સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડ્યા હતા. પોલીસ અને ઉમેદવારોનાં એજન્ટ વચ્ચે રકઝક થઇ હતી.

મતગણતરી / વડોદરામાં સ્ટ્રોંગરૂમ થ્રી લેયર સુરક્ષાથી સજ્જ, ત્રણ તબક્કામાં થશે મત ગણતરી : કલેકટર શાલિની અગ્રવાલ

રાજકોટ મનપાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનુ છે. ત્યારે વૉર્ડ નંબર 1 માં પોસ્ટલ બેલેટ પેપરની મત ગણતરી શરૂ ગઇ છે. જો કે આ વચ્ચે કશ્યપ શુક્લ કમળનાં ચિન્હ સાથેનું માસ્ક પહેરીને આવી પહોંચતા હોબાળો થયો હોવાના દ્રશ્યો સર્જાયા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ