Presidential election/ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને જેપી નડ્ડાના ઘરે 1 કલાક ચાલી ભાજપની બેઠક, ટૂંક સમયમાં થઈ શકે છે મોટી જાહેરાત!

રાષ્ટ્રપતિની ચૂંટણી 2022ને લઈને રાજકીય પક્ષો વચ્ચેનો હોબાળો તેજ બન્યો છે. ચૂંટણીને લઈને વિપક્ષની બેઠક બાદ હવે ભાજપમાં પણ મંથન ચાલી રહ્યું છે

Top Stories India
1 2 4 રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને જેપી નડ્ડાના ઘરે 1 કલાક ચાલી ભાજપની બેઠક, ટૂંક સમયમાં થઈ શકે છે મોટી જાહેરાત!

રાષ્ટ્રપતિની ચૂંટણી 2022ને લઈને રાજકીય પક્ષો વચ્ચેનો હોબાળો તેજ બન્યો છે. ચૂંટણીને લઈને વિપક્ષની બેઠક બાદ હવે ભાજપમાં પણ મંથન ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને આજે ભાજપની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકનું આયોજન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ઘરે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગજેન્દ્ર શેખાવત, અશ્વિની વૈષ્ણવ, ઓમ પાઠક, વિનોદ તાવડે, સંબિત પાત્રા, અર્જુન રામ મેઘવાલ, જી કિશન રેડ્ડી અને અન્ય લોકો હાજર હતા. બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને તમામ રાજકીય પક્ષો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, આમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી.

બંને નેતાઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓ સાથે પણ વાત કરી હતી. જયારે તમામ પક્ષો ભાજપ તેના પત્તાં ખોલે તેની રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત, બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ જેવા વિરોધ પક્ષો ભાજપના ઉમેદવારને મત આપે તેવી અપેક્ષા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવારોની વાત કરીએ તો ભાજપે હજુ સુધી તેના પત્તાં ખોલ્યા નથી. એવી ચર્ચા છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA રામનાથ કોવિંદને રિપીટ કરી શકે છે. જયારે કર્ણાટકના રાજ્યપાલ અને દલિત નેતા થાવરચંદ ગેહલોત, પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન, તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સૌંદરરાજનના નામ પર પણ અટકળો લગાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18મી જુલાઈએ મતદાન થવાનું છે જ્યારે મત ગણતરીની તારીખ 21મી જુલાઈ છે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ, 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.