PM Modi Degree Row/ PM મોદીની ડિગ્રી પર કેજરીવાલને સુપ્રીમ કોર્ટે પણ આપ્યો ઝટકો

સુપ્રીમ કોર્ટે કેજરીવાલની હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દીધી હતી. કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં તેમની સામેના અપરાધિક માનહાનિના કેસ પર સ્ટે માંગ્યો હતો.

Top Stories India Breaking News
કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી પર સવાલ ઉઠાવવાને કારણે કાનૂની અને કોર્ટના ચક્કરમાં ફસાયા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં તેમને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દીધી હતી. કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં તેમની સામેના અપરાધિક માનહાનિના કેસ પર સ્ટે માંગ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે કેજરીવાલ અને AAP નેતા સંજય સિંહ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે PM મોદીની ડિગ્રી અંગે RTI કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતી આપવાના મુખ્ય માહિતી કમિશનરના આદેશ પર સ્ટે આપ્યો હતો. આ પછી બંને નેતાઓએ ગુજરાત યુનિવર્સિટી પર કેટલીક ટિપ્પણીઓ કરી હોવાના અહેવાલ છે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભાટીએ જણાવ્યું હતું કે તેઓ અરજી પર નોટિસ જારી કરી રહ્યાં નથી કારણ કે આ મામલો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે અને તેની સુનાવણી 29 ઓગસ્ટે થવાની છે.

આ પણ વાંચો:નંદી મહારાજ દૂધ પીતા હોવાની ઘટના સામે આવતા લોકોમાં કૌતુક, શ્રધ્ધાળુઓ ઉમટયા

આ પણ વાંચો: આ રીતે લેન્ડરથી ચંદ્રની સપાટી પર ઉતર્યું પ્રજ્ઞાન રોવર, ચોક્કસ જુઓ ઈસરોનો આ વીડિયો

આ પણ વાંચો: ચંદ્રયાન 3 સંબંધિત ISROએ ડિલીટ કર્યું ‘આ’ ટ્વીટ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:સમય સાથે બદલાવું જોઈએ: બ્રિક્સ વિસ્તરણના બહાને UNSCને પીએમ મોદીએ માર્યો ટોણો