ચક દે ઇન્ડિયા/ આ રીતે લેન્ડરથી ચંદ્રની સપાટી પર ઉતર્યું પ્રજ્ઞાન રોવર, ચોક્કસ જુઓ ઈસરોનો આ વીડિયો

આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે ચંદ્રયાન-3ના લેન્ડરની અંદરથી પ્રજ્ઞાન રોવર બહાર આવ્યું. આમાં જોઈ શકાય છે કે રોવર લેન્ડરના રેમ્પ દ્વારા ખૂબ જ હળવી ગતિથી ચંદ્રની સપાટી પર ઉતર્યું.

Top Stories India Breaking News
પ્રજ્ઞાન રોવર

ઈસરોએ ચંદ્રયાન-3 લેન્ડરથી પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર કેવી રીતે ઉતર્યું તેનો વીડિયો જાહેર કર્યો છે. જણાવીએ કે, ISROના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3નું 23 ઓગસ્ટના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ થયું છે. લેન્ડિંગના બે દિવસ બાદ ઈસરોએ આ ઐતિહાસિક વીડિયો જાહેર કર્યો છે.

આ વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે ચંદ્રયાન-3ના લેન્ડરની અંદરથી પ્રજ્ઞાન રોવર બહાર આવ્યું. આમાં જોઈ શકાય છે કે રોવર લેન્ડરના રેમ્પ દ્વારા ખૂબ જ હળવી ગતિથી ચંદ્રની સપાટી પર ઉતર્યું.

જણાવી દઈએ કે 23 ઓગસ્ટે ચંદ્રયાન-3ના લેન્ડિંગના લગભગ 2.5 કલાક બાદ પ્રજ્ઞાન રોવર લેન્ડરમાંથી બહાર આવ્યું હતું. પરંતુ ઈસરોએ બે દિવસ બાદ આ વીડિયો જાહેર કર્યો છે. ISROનું રોવર ચંદ્ર પર ફરી રહ્યું છે અને સતત મહત્વપૂર્ણ માહિતી એકઠી કરી રહ્યું છે. રોવર 23મી તારીખથી આગામી 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર ફરશે, ડેટાનું પરીક્ષણ અને એકત્રીકરણ કરશે.

આ પણ વાંચો:ભારતમાં પડી રહ્યો છે વરસાદ, ચંદ્ર પર કેવું છે હવામાન? વિક્રમના લેન્ડિંગ પહેલા જાણો રહસ્ય

આ પણ વાંચો:PM મોદી દક્ષિણ આફ્રિકામાં નિહાળશે ચંદ્રયાન-3નું લાઈવ લેન્ડિંગ, વર્ચ્યુઅલ રીતે ISROમાં સાથે જોડાશે

આ પણ વાંચો:એક ક્લિકમાં વાંચો ચંદ્રયાનન-3 ની સંપૂર્ણ વિગત

આ પણ વાંચો:ચંદ્રયાન 3 ના ઉતરાણ પહેલા શાળાના બાળકોમાં ભારે ઉત્સાહ, યુપીમાં જોવા મળ્યો અદ્ભુત નજારો