Congress/ પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધેલા ભાવ પર કોંગ્રેસે મોદી સરકાર પર કર્યા પ્રહાર, કહ્યું, ‘ભાજપ લાવી મોંઘવારી’

ભારતમાં મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરી દીધા છે. હકીકતમાં મંગળવારથી એટલે કે આજથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોની સાથે એલપીજીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો.

Top Stories India
રણદીપ સુરજેવાલા

ભારતમાં મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા ખાલી કરી દીધા છે. હકીકતમાં મંગળવારથી એટલે કે આજથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોની સાથે એલપીજીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આજે એલપીજીના ભાવમાં રૂ. 50નો વધારો કર્યો છે. તેનાથી જનતાના રસોડાના બજેટમાં વધારો થશે અને લોકોના ખિસ્સા પર મોટી અસર પડશે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો,એક દિવસમાં કોરોનાના નવા 1581 કેસ,33 દર્દીઓના મોત

સાથે જ કોંગ્રેસે વધતી મોંઘવારીને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ગેસના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ મોંધવારી લાવી. તેણે પોતાના ટ્વિટમાં કહ્યું કે હવે ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હી અને મુંબઈમાં ગેસની કિંમત 949.50 છે. જ્યારે લખનૌમાં રૂ.987.50. કોલકાતામાં ગેસની કિંમત 976 રૂપિયા અને ચેન્નાઈમાં 965.50 રૂપિયા છે.

ઑક્ટોબર 2021 પછી પ્રથમ વખત કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે

મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સૂત્રોએ આ માહિતી આપી હતી. આ રીતે, ચૂંટણી પ્રવૃતિઓને કારણે દરોમાં સુધારો કરવા પરનો સાડા ચાર મહિનાનો મોરેટોરિયમ સમાપ્ત થયો. દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 96.21 રૂપિયા પ્રતિ લીટર થશે જે પહેલા 95.41 રૂપિયા હતી, જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 87.47 રૂપિયા થઈ ગઈ છે. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં સબસિડી વગરના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 949.50 રૂપિયા થઈ ગઈ છે.

એલપીજીના દરમાં છેલ્લે 6 ઓક્ટોબર 2021ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ 4 નવેમ્બરથી સ્થિર હતા. જુલાઈ અને ઑક્ટોબર 2021 વચ્ચે એલપીજીના ભાવમાં સિલિન્ડર દીઠ 100 રૂપિયાનો વધારો થયો હતો. જો કે, કાચા માલના ખર્ચમાં વધારો થવા છતાં એલપીજી અને ઓટો ઇંધણ બંનેના ભાવ ત્યારથી સ્થિર હતા.

આપને જણાવી દઈએ કે, એલપીજીની કિંમતમાં આટલો વધારો ઓક્ટોબર 2021 પછી પહેલીવાર થયો છે, જો કે આ સમયગાળા દરમિયાન સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે પરંતુ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો નથી. છેલ્લી વખત 6 ઓક્ટોબર 2021ના રોજ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: વિશ્વના સૌથી મોટા મંદિર માટે મુસ્લિમ પરિવારે 2.5 કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી

આ પણ વાંચો: PM ઇમરાન ખાનની વિદાય લગભગ નિશ્ચિત!નવાઝ શરીફની પાર્ટીએ વડાપ્રધાન ઉમેદવારનું નામ જાહેર કર્યું