કૌભાંડ/ CBIએ લાલુ યાદવના OSD રહેલા ભોલા યાદવની કરી ધરપકડ, રેલ્વે ભરતી કૌભાંડમાં 4 સ્થળોએ દરોડા

આ ધરપકડ રેલ્વે ભરતી કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં કરવામાં આવી છે. આટલું જ નહીં CBIએ બિહારના પટના અને દરભંગામાં ચાર સ્થળો પર દરોડા પાડ્યા છે.

Top Stories India
CBIએ

બુધવારે મોટી કાર્યવાહી કરતા કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ લાલુ યાદવના પૂર્વ OSD ભોલા યાદવની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ધરપકડ રેલ્વે ભરતી કૌભાંડ સાથે જોડાયેલા એક કેસમાં કરવામાં આવી છે. આટલું જ નહીં CBIએ બિહારના પટના અને દરભંગામાં ચાર સ્થળો પર દરોડા પાડ્યા છે.

ભોલા યાદવ 2004 થી 2009 સુધી લાલુ યાદવના OSD હતા. તે સમયે લાલુ યાદવ કેન્દ્રીય રેલ્વે  મંત્રી હતા. આ સાથે જ રેલ્વેમાં ભરતી કૌભાંડ સામે આવ્યું હતું. આરોપ છે કે ભોલા યાદવ આ કૌભાંડનો કથિત કિંગપિન છે.

‘જમીન અને પ્લોટના બદલામાં આપવામાં આવી નોકરી’

વાસ્તવમાં આ મામલો ભરતી કૌભાંડ સાથે જોડાયેલો છે. આરોપ છે કે લાલુ યાદવ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. આ મામલામાં તપાસ કર્યા બાદ CBIએ લાલુ યાદવ, રાબડી દેવી, મીસા યાદવ, હેમા યાદવ અને એવા કેટલાક ઉમેદવારો સામે કેસ નોંધ્યો છે જેમને પ્લોટ અથવા પ્રોપર્ટીના બદલામાં નોકરી આપવામાં આવી હતી.

CBIએ લાલુના ઘર પર પણ પાડ્યા હતા દરોડા

આ પહેલા મે મહિનામાં CBIએ આ મામલામાં લાલુ યાદવ સાથે જોડાયેલા 17 સ્થળો પર દરોડા પાડ્યા હતા. CBIની આ કાર્યવાહી લગભગ 14 કલાક સુધી ચાલી હતી. આ દરોડા લાલુ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્રી મીસા ભારતીના પટના, ગોપાલગંજ અને દિલ્હીમાં સ્થાનો પર પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:આજે ફરી કોરોનાના કેસ વધ્યા, ગઈકાલ કરતા 23 ટકા વધુ કેસ, 57 લોકોના મોત

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે, સાબર ડેરીના પાવડર પ્લાન્ટનું કરશે લોકાર્પણ

આ પણ વાંચો:લઠ્ઠાકાંડમાં મોતની હાફ સેન્ચુરી!મૃત્યુઆંક વધીને 55ને પાર,મરનારાઓની સંખ્યા વધશે