OMG!/ ફ્લાઈટમાં વેજ ભોજનમાંથી નીકળ્યું સાપનું માથું, VIDEO થયો વાયરલ

ફ્લાઈટના ક્રૂ મેમ્બર ફૂડ ખાઈ રહ્યા હતા. આ દરમિયાન બટાકાની ભાજીની વચ્ચેથી સાપનું માથું બહાર આવ્યું હતું.

World Trending
સાપનું માથું

તુર્કી-જર્મન એરલાઇન કંપની ‘સન એક્સપ્રેસ’ની ફ્લાઇટના ખોરાકમાં સાપનું માથું મળી આવવાનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આ ચોંકાવનારી ઘટના તુર્કી અને જર્મની વચ્ચેની સન એક્સપ્રેસ ફ્લાઈટમાં સામે આવી છે. ખોરાકમાં સાપના માથાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાસ્તવમાં ફ્લાઈટના ક્રૂ મેમ્બર ફૂડ ખાઈ રહ્યા હતા. આ દરમિયાન બટાકાની ભાજીની વચ્ચેથી સાપનું માથું બહાર આવ્યું હતું.

ફ્લાઈટ કંપની સન એક્સપ્રેસે તુર્કીના મીડિયાને જણાવ્યું કે આ બિલકુલ સ્વીકાર્ય નથી. જ્યારે આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે સંબંધિત ખાદ્ય સપ્લાયર સાથેનો કરાર અટકાવી દેવામાં આવ્યો છે.

તેના નિવેદનમાં, એરલાઇન કંપનીએ કહ્યું, ‘અમે આપને જણાવવા માંગીએ છીએ કે ઇન-ફ્લાઈટ ફૂડ સર્વિસને લઈને મીડિયામાં લગાવવામાં આવેલા આરોપો બિલકુલ સ્વીકાર્ય નથી. આ અંગે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

તે જ સમયે, ખાદ્ય પ્રદાતા સેનકેક ઇનફ્લાઈટ સર્વિસે આ મામલે કહ્યું, ‘અમે રસોઈ દરમિયાન કોઈ વિદેશી વસ્તુનો ઉપયોગ કર્યો નથી. જો કે, આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો:આજે ફરી કોરોનાના કેસ વધ્યા, ગઈકાલ કરતા 23 ટકા વધુ કેસ, 57 લોકોના મોત

આ પણ વાંચો:કર્ણાટકમાં ભાજપના નેતાની કરવામાં આવી ઘાતકી હત્યા

આ પણ વાંચો::સસ્પેન્શન બાદ પણ સાંસદ ગૃહમાં બેઠા રહ્યા, ડેપ્યુટી સ્પીકર પર ફેંકાયો કાગળનો ટુકડો, શરમજનક ઘટના