ગાંધીનગર,
દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં એર પોલ્યુશન અંગે સતત 14 દિવસ સુધી મોનીટરીંગ કરશે. દિવાળીના સાત દિવસ પહેલાં 1લીથી 7મી નવેમ્બર સુધી અને સાત દિવસ પછી 8થી 14મી તારીખ સુધી સતત મોનીટરીંગ કરાશે. જયારે માત્ર બે દિવસ નોઇસ પોલ્યુશન અંગે મોનીટરીંગ કરાશે.
1લી નવેમ્બર અને દિવાળીના દિવસે સાંજે 6થી 10 દરમિયાન દેખરેખ રાખવામાં આવશે. ગુજરાતમાં કયાં કેટલાં સ્થળે મોનીટરીંગ કરવું તે અંગેનું પ્લાનીંગ હવેપછી નક્કી કરાશે. જુદા સ્પોટ પરથી લેવાયેલા નમૂના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. જેનો રિપોર્ટ દિલ્હી સીપીસીબીને મોકલી અપાશે. ત્યારબાદ કેન્દ્વીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો રિપોર્ટ સુપ્રિમ કોર્ટમાં રજૂ કરશે.
રાજ્યનાં જુદાં જુદાં સ્થળેથી લેવાયેલા નમૂના લેબમાં મોકલવામાં આવશે
ગુજરાતમાં કયાં કેટલાં સ્થળે મોનિટરિંગ કરવું તે અંગેનું પ્લાનિંગ હવે પછી નક્કી કરાશે. રાજયના જુદા જુદા સ્પોટ પરથી લેવાયેલા નમૂના લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. જેનો રિપોર્ટ 22 નવેમ્બરે દિલ્હી સીપીસીબીને મોકલી અપાશે. ત્યારબાદ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાજયોમાં નોઇસ અને એર પોલ્યુશન અંગેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે.
દિવાળીના તહેવારોમાં ફટાકડાં ફોડવા અંગે સુપ્રીમ કોર્ટે કેટલાંક નિર્દેશો આપ્યા છે. તેને ધ્યાનમાં લઇને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ( સીપીસીબી ) દ્વારા દરેક રાજયની પ્રદૂષણ નિયંત્રણ કચેરીના અધિકારીઓ સાથે 25મી ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફરન્સ મારફતે બેઠક યોજી હતી. જેમાં સીપીસીબી દ્વારા દરેક રાજયોને દિવાળી દરમિયાન કયા કયા પગલાં ભરવા તે અંગે સૂચના આપી હતી. તે પ્રમાણે જીપીસીબી દ્વારા રાજયના જુદા જુદા સ્થળોએ હવા અને અવાજ પ્રદૂષણ માપક યંત્રો મૂકશે.