Not Set/ #HockeyWorldCup : ભારત અને બેલ્જિયમ વચ્ચેનો મુકાબલો ૨-૨થી રહ્યો ડ્રો

ભુવનેશ્વર, ઓરિસ્સામાં રમાઈ રહેલા હોકી વર્લ્ડકપમાં યજમાન ટીમ ભારત અને બેલ્જિયમ વચ્ચે રમાયેલા પુલ-Cનો મુકાબલો ૨-૨થી ડ્રો રહ્યો છે. પાટનગર ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં દુનિયાની ત્રીજા નંબરની ટીમ બેલ્જિયમે ભારત સામે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય ટીમે પણ જોરદાર કટ્ટર આપી હતી. ભારત માટે હરમનપ્રિત સિંહ અને સિમરનજીત સિંહે ૧-૧ ગોલ કર્યા હતા, જયારે […]

Trending Sports
wemDfyAa #HockeyWorldCup : ભારત અને બેલ્જિયમ વચ્ચેનો મુકાબલો ૨-૨થી રહ્યો ડ્રો

ભુવનેશ્વર,

ઓરિસ્સામાં રમાઈ રહેલા હોકી વર્લ્ડકપમાં યજમાન ટીમ ભારત અને બેલ્જિયમ વચ્ચે રમાયેલા પુલ-Cનો મુકાબલો ૨-૨થી ડ્રો રહ્યો છે.

પાટનગર ભૂવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં દુનિયાની ત્રીજા નંબરની ટીમ બેલ્જિયમે ભારત સામે શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ ત્યારબાદ ભારતીય ટીમે પણ જોરદાર કટ્ટર આપી હતી.

DtbIc #HockeyWorldCup : ભારત અને બેલ્જિયમ વચ્ચેનો મુકાબલો ૨-૨થી રહ્યો ડ્રો
sports-#hockeyworldcup-indias-belgium-match draw

ભારત માટે હરમનપ્રિત સિંહ અને સિમરનજીત સિંહે ૧-૧ ગોલ કર્યા હતા, જયારે બેલ્જિયમની ટીમ તરફથી એલેકજેન્ડર હેન્ડ્રીક્સ અને સિમોન ગુગનાર્ડ દ્વારા ૧-૧ ગોલ કરવામાં આવ્યા હતા.

આ વર્લ્ડકપ સતત બીજી જીત બાદ હવે ભારતનો આગામી મુકાબલો કેનેડા સામે શનિવારે થશે.

આ પહેલા ભારતે વર્લ્ડકપની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને ૫-૦થી હરાવ્યું હતું. ભારતીય ટીમ તરફથી સિમરનજીત સિંહે સૌથી વધુ ૨ ગોલ કર્યા હતા, જયારે કેપ્ટન મનદીપ સિંહ, આકાશદીપ સિંહ અને લલિત ઉપાધ્યાયે એક-એક ગોલ કર્યા હતા.