Not Set/ શીખ છોકરી તેની મુસ્લિમ બહેનપણીને કિડની આપવા માટે થઇ તૈયાર

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં મિત્રતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં કોઈ જાતિવાદ નથી. જમ્મુ-કાશ્મીરમાં એક શીખ છોકરી પોતાની મુસ્લિમ મિત્ર સહેલીનો જીવ બચાવવા માટે પોતાની એક કિડની તેને આપવા માંગે છે. પરંતુ આ છોકરીનો પરિવાર તેનો વિરોધ કરી રહ્યા છે જેને લઈને આ પ્રક્રિયામાં થોડો વિલંબ થઇ શકે છે. ઉધમપુર જીલ્લાની એક ૨૩ વર્ષીય  […]

Top Stories India Trending
iStock 000026077743 Medium 574892823df78ccee1c0dd3b શીખ છોકરી તેની મુસ્લિમ બહેનપણીને કિડની આપવા માટે થઇ તૈયાર

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરમાં મિત્રતાનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં કોઈ જાતિવાદ નથી.

જમ્મુ-કાશ્મીરમાં એક શીખ છોકરી પોતાની મુસ્લિમ મિત્ર સહેલીનો જીવ બચાવવા માટે પોતાની એક કિડની તેને આપવા માંગે છે. પરંતુ આ છોકરીનો પરિવાર તેનો વિરોધ કરી રહ્યા છે જેને લઈને આ પ્રક્રિયામાં થોડો વિલંબ થઇ શકે છે.

ઉધમપુર જીલ્લાની એક ૨૩ વર્ષીય  શીખ સામાજિક કાર્યકર મંજોત સિંહ કોહલી પોતાની એક કિડની ૨૨ વર્ષની મુસ્લિમ મિત્ર સમરીન અખ્તરને દાનમાં આપનો નિર્ણય કર્યો છે.

કોહલીએ કહ્યું હતું કે, અમે છેલ્લા ચાર વર્ષોથી મિત્રો છીએ. માનવતામાં મારો દ્રઢ વિશ્વાસ છે જે મને કિડનીનું દાન કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે.