Not Set/ સેમસંગમાં કામ કરતા કર્મચારીઓને થયું હતું કેન્સર, ૯૫ લાખ વળતર આપીને કંપનીએ માંગી માફી

દક્ષીણ કોરિયાની સેમસંગ ઇલેક્ટ્રોનિકસ કંપનીએ શુક્રવારે પોતાના કર્મચારી અને તેના પરિવારની  માફી માંગી છે. સેમસંગમાં કામ કરતા કર્મચારી સેમીકંડકટરના કારખાનામાં કામ કરતી વખતે કેન્સરના દર્દી બન્યા હતા. કંપનીના ઉપાધ્યક્ષ કિમ-કી-નામે કહ્યું હતું કે અને તે કર્મચારી અને તેના પરિવારની માફી માંગીએ છીએ જેને કેન્સર થયું છે. વધુમાં તેમણે કહ્યું કે અમે સેમીકંડકટર અને એલસીડીના કારખાનાઓમાં […]

Top Stories World Trending Business
samsungelectronics 2 સેમસંગમાં કામ કરતા કર્મચારીઓને થયું હતું કેન્સર, ૯૫ લાખ વળતર આપીને કંપનીએ માંગી માફી

દક્ષીણ કોરિયાની સેમસંગ ઇલેક્ટ્રોનિકસ કંપનીએ શુક્રવારે પોતાના કર્મચારી અને તેના પરિવારની  માફી માંગી છે. સેમસંગમાં કામ કરતા કર્મચારી સેમીકંડકટરના કારખાનામાં કામ કરતી વખતે કેન્સરના દર્દી બન્યા હતા.

કંપનીના ઉપાધ્યક્ષ કિમ-કી-નામે કહ્યું હતું કે અને તે કર્મચારી અને તેના પરિવારની માફી માંગીએ છીએ જેને કેન્સર થયું છે.

વધુમાં તેમણે કહ્યું કે અમે સેમીકંડકટર અને એલસીડીના કારખાનાઓમાં સ્વાસ્થ્યના જોખમને વ્યવસ્થિત કરવામાં નાકામ રહ્યા હતા. સેમસંગ દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફોન અને ચીપ બનાવનારી કંપની છે.

તમને જણાવી દઈએ કે સેમસંગના કારખાનામાં કામ કરનારા ૨૪૦ કર્મચારી કામ દરમ્યાન બીમાર પડ્યા હતા. જેમાંથી ૮૦ લોકોના મૃત્યુ થયા છે. આ કર્મચારી ૧૬ પ્રકારના કેન્સરથી પીડિત છે. જેમાંથી કેટલાક બાળકોને પણ બીમારી થઇ છે.

આ મામલો ૧૯૮૪થી સંકળાયેલો છે જેનો ખુલાસો ૨૦૧૭માં થયો હતો.

સેમસંગ કંપનીએ પીડિતના પરિવારને વળતર આપવાની જાહેરાત કરી છે. સેમસંગ દર પીડિત  કર્મચારીને ૧,૩૨,૦૦૦ ડોલર એટલે કે ૯૫ લાખ રૂપિયાનું વળતર આપશે