નોટિસ/ સદીનાં મહાનાયકનાં ઘરની તૂટશે દિવાલ, શું કરશે બોલિવૂડનાં સરકાર?

BMC ટૂંક સમયમાં સદીનાં મહાનાયક કહેવાતા અને બોલિવૂડનાં દિગ્ગજ અમિતાભ બચ્ચનનો બંગલો ‘પ્રતીક્ષા’ પર કાર્યવાહી કરવા જઈ રહી છે.

Top Stories Entertainment
11 80 સદીનાં મહાનાયકનાં ઘરની તૂટશે દિવાલ, શું કરશે બોલિવૂડનાં સરકાર?

BMC ટૂંક સમયમાં સદીનાં મહાનાયક કહેવાતા અને બોલિવૂડનાં દિગ્ગજ અમિતાભ બચ્ચનનો બંગલો ‘પ્રતીક્ષા’ પર કાર્યવાહી કરવા જઈ રહી છે. બીએમસીનો બુલડોઝર બિગ બીનાં બંગલા પર ચાલવા જઈ રહ્યો છે, જો કે અભિનેતાનું ઘર સંપૂર્ણ તૂટી નહીં જાય. મળતી માહિતી મુજબ, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ જ ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનનાં જુહુ બંગલા ‘પ્રતિક્ષા’ ની એક બાજુની દિવાલ તોડવાની તૈયારી કરી રહી છે.

11 81 સદીનાં મહાનાયકનાં ઘરની તૂટશે દિવાલ, શું કરશે બોલિવૂડનાં સરકાર?

Divorce / માત્ર આમિર-કિરણ જ નહીં, આ સેલેબ્સના છૂટાછેડાથી પણ ફેંસમાં શોકનું મોજું ફેલાયું હતું….

BMC એ અમિતાભને વર્ષ 2017 માં નોટિસ મોકલી હતી, પરંતુ બિગ બીએ આ નોટિસનો હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. જેના કારણે તે હવે આ મામલે કડક પગલા ભરવા જઇ રહી છે. આ ડિમોલિશન કરવામાં આવશે જેથી સંત જ્ઞાનેશ્વર માર્ગની પહોળાઈ વધારી શકાય. આ રસ્તો ચંદન સિનેમા ક્ષેત્રને લિંક રોડ સાથે જોડે છે. હાલમાં તે રસ્તો 45 ફૂટ પહોળો છે, જેના કારણે અહીં દરરોજ ટ્રાફિક જામ રહે છે. હવે તે રસ્તાની પહોળાઈ વધારીને 60 ફૂટ કરવાની રહેશે, તે સમગ્ર રસ્તો બનાવવામાં આવ્યો છે, ફક્ત અમિતાભનાં બંગલા પ્રતિક્ષાની આગળ કામ બાકી છે. આવી સ્થિતિમાં, બીએમસીએ હવે મુંબઈ ઉપનગરીય કલેક્ટર કચેરીનાં સર્વે અધિકારીઓને સૂચના આપી છે કે તે ‘પ્રતિક્ષા’ બંગલામાં તોડી શકાય તે ભાગની ઓળખ કરે.

11 82 સદીનાં મહાનાયકનાં ઘરની તૂટશે દિવાલ, શું કરશે બોલિવૂડનાં સરકાર?

મોટા સમાચાર / આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ પછી છૂટાછેડા લીધા, પરસ્પર સંમતિથી છૂટા થયા

વર્ષ 2017 માં, BMC તરફથી નોટિસ મળ્યા પછી, અમિતાભે કોર્ટમાં પ્રયાણ કર્યું હતું. આ મામલે ચુકાદો આપતી વખતે કોર્ટે આ કામ પર સ્ટે મુક્યો હતો, પરંતુ ગયા વર્ષે કોર્ટે આ કામ ફરી શરૂ કરવાનું કહ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે જ્યારે બીએમસી અમિતાભ બચ્ચનનાં ઘરે કાર્યવાહી કરશે ત્યારે કેવો માહોલ જોવા મળશે. આપને જણાવી દઈએ કે, જુહુમાં બચ્ચન પરિવારનો આ પહેલો બંગલો હતો. અહીં બિગ બીએ સૌથી વધુ સમય તેના માતા-પિતા સાથે વિતાવ્યો છે. આજે ભલે અમિતાભ ‘જલસા’માં રહે છે પરંતુ જ્યારે પણ તેમને સમય મળે છે ત્યારે તે ચોક્કસપણે પ્રતિક્ષામાં જાય છે.

11 83 સદીનાં મહાનાયકનાં ઘરની તૂટશે દિવાલ, શું કરશે બોલિવૂડનાં સરકાર?

Bollywood / વિધા બાલનને એક સાથે 12 ફિલ્મોમાંથી કાઢી દેવામાં આવી હતી,જાણો કેમ

અમિતાભ પાસે કુલ પાંચ બંગલા છે. ‘પ્રતિક્ષા’, ‘જનકા’, ‘વત્સ’, ‘જલસા’ અને ‘અશિયાના’.  જણાવી દઇએ કે, અમિતાભ પાસે જુહુ વિસ્તારમાં વધુ ત્રણ બંગલા છે. તેમનો બીજો બંગલો ‘જલસા’ વિલે પાર્લેથી જેડબ્લ્યુ મેરીઓટ તરફનાં રસ્તા પર સ્થિત છે, જેમાં સમગ્ર બચ્ચન પરિવાર રહે છે. આ બંગલાની બાલકનીમાંથી તે પોતાના ચાહકોનું અભિવાદન પણ કરે છે. તેમનો ત્રીજો બંગલો ‘જનક’ પણ જલસાથી થોડી જ દૂર છે, જેનો ઉપયોગ ઓફિસ તરીકે થાય છે. જુહુ વિસ્તારમાં તેમનો ચોથો બંગલો ‘વત્સ’ પણ છે, જે બેંકને ભાડે આપવામાં આવ્યો છે.