uttarpradesh/ ઉત્તરપ્રદેશમાં કેવી રીતે ચર્ચાસ્પદ ગેગસ્ટરોના શંકાસ્પદ મોત નીપજ્યા

વિકાસ દુબે, અતીક અને મુખ્તાર શેખની મોત, હત્યા કે એન્કાઉન્ટરની તપાસમાં શું બહાર આવ્યું

Top Stories India
Beginners guide to 2024 04 01T121909.598 ઉત્તરપ્રદેશમાં કેવી રીતે ચર્ચાસ્પદ ગેગસ્ટરોના શંકાસ્પદ મોત નીપજ્યા

Uttarpradesh News : ઉત્તરપ્રદેશમાં છેલ્લા સાત વર્ષોમાં  ઓછામાં ઓછા 10 કુખ્યાત ગેંગસ્ટરોના શંકાસ્પદ મોત નીપજ્યા છે. કોઈ મેડિકલ તપાસ અથવા કોર્ટમાં લઈ જતી વખતે ગોળીબારમાં માર્યા ગયા, કોઈનું કસ્ટડીમાં બિમારીથી મોત થયું અને કેટલાય ગેંગસ્ટરને એન્કાઉન્ટરમાં ઢાળી દેવાયા.  આ યાદીમાં લેટેસ્ટ નામ મુખ્તાર અન્સારીનું જોડાયું છે.

વિકાસ દુબે થી લઈને અતીક અહેમદ, મુખ્તાર સુધીના તમામ ગેંગસ્ટરોના મોત પર સવાલો ઉભા થયા છે અને તપાસ કમિટી બેસાડવામાં આવી હતી. તેમના કસ્ટડીમાં તથા એન્કાઉન્ટરમાં કેવી રીતે મોત થયા તે જોઈએ.

26 માર્ચ 2024ના રોજ બાંદા જેલમાં બંધ મુખ્તાર અન્સારીની તબિયત લથડી. પેટમાં અસહ્ય દર્દને કારણે તેને તેને સવારે 4 વાગ્યે બાંદાની રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ભરતી કરાયો. જોકે સાંજે 6 વાગ્યે આઈસીયુમાંથી રજા આપી દેવાઈ. 28 માર્ચે ફરીથી તબિયત બગડતા રાત્રે પોણા નવ વાગ્યે મુખ્તારને ઉલ્ટીની સમસ્યા થતા બેહોશીની હાલતમાં ફરીથી મેડિકલ કોલેજમાં દાખલ કરાયો. મેડિકલ બુલેટીન અનુસાર 9 ડોકટરોની ટીમે તાત્કાલિક મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવી પરંતુ કાર્ડિયાક અરેસ્ટને કારણે તેનું મોત નીપજ્યુ.

મુખ્તારના પુત્ર ઉમર અન્સારીએ આરોપ લગાવ્યો કે મુખ્તારની હત્યા કરવામાં આવી છે. તેણે પિતાના પોસ્ટમોર્ટમ પર સવાલ પણ ઉઠાવ્યા. ગયા વર્ષે ઉમરે પિતાના જીવને ખતરો હોવાની શંકા વ્યક્ત કરી હતી. તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે મુખ્તારને જેલમાં મારવાની કોશિષ થઈ રહી છે.

મોતના અઠવાડિયા પહેલા જ મુક્તારે એક ચિઠ્ઠી લખીને 19 માર્ચે તેના જમવામાં ઝેરીલો પદાર્થ ભેળવીને આપવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને કારણે તેની તબિયત લથડી હતી. એક વાયરલ વિડીયોમાં મુખ્તાર પોતાના દિકરા ઉમરને કહી રહ્યો છે કે 10 દિવસથી તે ટોયલેટ ગયો નથી અને શરીર ઉભા થવાની હાલતમાં નથી.

બાંદા જીલ્લાના મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટ ભગવાનદાસ ગુપ્તાએ બાંદાની એમપી-એમએલએ કોર્ટની મેજીસ્ટ્રેટ ગરિમા સિંહને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા અને એક મહિનામાં રિપોર્ચટ આપવા જણાવ્યું હતું.

અન્ય એક ગેંગસ્ટર અતિક અહેમદની 18 સેકન્ડમાં 20 રાઉન્ડ ફાયર કરીને હત્યા કરી નાંખવામાં આવી હતી. ………….

15 એપ્રિલ 2023ના રાત્રે 10.35 વાગ્યે પ્રયાગરાજનની કાલ્વિન હોસ્પિટલની બહાર બે જુ ઉભી રહી હતી. તેમાંથી અશરફ અને અતિક અહેમદ ઉતર્યા. થોડા વારમાં બન્નેને હોસ્પિટલ તરફ લઈ જવાતા હતા ત્યારે તેઓ મિડીયા કર્મીઓથી ઘેરાઈ ગયા. અશરફે બોલવાનું શરૂ કર્યું કે મુખ્ય વાત એ છે કે ગુડ્ડુ મુસ્લિમ…

તે જ વખતે એક શખ્સ પાછળથી આવે છે અને અતીકની કાન પર ફાયરિંગ કરી દે છે. આગળની 10 સેકન્ડમાં અતીક અને અશરફ પર 16 સેકન્ડમાં 18 રાઉન્ડ ફાયર કરવામાં આવે છે. ત્યારબાદ મિડીયાકર્મી બનીને આવેલા ત્રણેય હુમલાખોરો હાથ ઉંચા કરીને ધાર્મિક નારા લગાવતા લગાવતા સરન્ડર કરી લે છે.

અશરફનું શરીર તરત જ શાંત થઈ ગયું. જ્યારે અતીકે થોડી હરકત કરી અને પછી તે પણ શાંત થઈ ગયો.

હુમલા વખતે અતીક અને અશરફ પોલીસની કસ્ટડીમાં હતા. ઉમેશ પાલ હત્યાકાંડમાં પુછપરછ માટે અતીકને અમદાવાદની સાબરમતી જેલમાંથી અને અસરફને બરેલી જેલમાંથી લાવવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરની શંકાને પગલે સુપ્રીમ કોર્ટનાં અરજી પણ કરાઈ હતી. આ હત્યાએ અનેક સવાલો ઉભા કર્યા હતા.

અતીક ઉપર ગોળી ચલાવનારા લવલેશ બાદાનો રહેવાસી હતો જ્યારે અરૂણ કાસગંજ અને સની હમીરપુરનો રહેવાસી હતો. હત્યા પાછળ તેમનો કોઈ ખાસ કોમન હેતુ દેખાયો ન હતો. મિડીયા કર્મી બનીને આવવું, પોલીસની ઓછી ઘેરાબંધી, તૂર્કી મેઈડ જીગાના પિસ્ટલ, હત્યા બાદ શરણે થઈ જવું અને ધાર્મિક નારા લગાવવા દર્શાવે છે કે આ એક વેલ પ્લાન મર્ડર હતું. હુમલાખોર 20 સેકન્ડ સુધી ગોળીઓ ચલાવતા રહ્યા પરંતુ કોઈ પોલીસકર્મચારીએ વળતો ગોળીબાર ન કર્યો અને સુરક્ષિત રીતે પકડી લીધા.

આ હત્યાકાંડની તપાસ માટે 16 એપ્રિલ 2023ના રોજ એક ન્યાયિક આયોગ બનાવવામાં આવ્યું. 11 ઓગસ્ટ 2023ના રોજ ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટને એક ડિટેઈલ રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં જણાવાયું હતું કે અતીક અહમદની હત્યામાં પોલીસનો કોઈ દોષ જણાયો નથી. ત્રણેય આરોપીઓએ બનાવટી આધારકાર્ડથી હોટેલમાં રૂમ લીધો હતો અને ગુનાને અંજામ આપ્યો હતો. નિષ્પક્ષ તપાસમાં સરકાર કોઈ કસર છોડશે નહી.

અસદ અહમદ એન્કાઉન્ટર

————————–

24 ફેબ્રુઆરી 2023 ના રોજ ઉમેશ પાલની હત્યાના સીસીટીવી ફૂટેજમાં અતીક અહેમદનો પુત્ર અસદ ગોળી ચલાવતો દેખાયો હતો. ઉત્તરપ્રદેશ એસટીએફની પ્રયાગરાજ યુનિટને માહિતી મળી હતી કે અસદ અહમદ અને અન્ય શૂટર ગુલામ મોહમ્મદ ઝાંસી અથવા તેની આસપાસ છુપાયેલા હતા. એફઆઈઆર મુજબ એસટીએફએ બન્ને અટકાવ્યા હતા, પરંતુ કાચા રસ્તા પર ગાડીઅચકાવીને ભાગવાની કોશિષ કરવા લાગ્યા. દોઠ કિલોમીટર આગળ જઈને તેમની બાઈક નજીકના ઝાડ પાસે સ્લિપ ખાઈ ગઈ હતી. બન્નેએ જમીનનો આડમાં પોલીસ પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું. પોલીસે પણ 9 રાઉન્ડ વળતો ગોળીબાર કર્યો. બન્ને ઘાયલ થયા અને હોસ્પિટલમાં તેમને મૃત ઘોષિત કરાયા.

યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે એન્કાઉન્ટર બાદ કહ્યું કે જુઠ્ઠા એન્કાઉન્ટર કરીને બીજેપી સરકાર સાચા મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવા માંગે છે. બીજેપી વાળા ન્યાયપાલિકા પર ભરોસો કરતા નથી.

એફઆઈઆર મુજબ અસદની બાઈક સડક પરથી નીચે પડી ગઈ હી. એક અખબારી અહેવાલ મુજબ રસ્તો ખાડાટેકરા વાળો હોવાછતા બાઈક પર એકપણ ઘસરકો દેખાતો નથી. એ પણ સવાલ ઉભો થાય છે કે બાઈક પર કોઈ નંબર ન હતો. જેને કારણે તપાસ દરમિયાન બાઈકના માલિકને ઓળખવું મુશ્કેલ થઈ ગયું.

30 સપ્ટેમ્બરના રોજ યુપી સરકારે સુપ્રીમ કોર્ટને પોતાનો સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો. અસદ અને ગુલામના મામલામાં રાજ્ય અને મેજીસ્ટ્રેટની તપાસમાં પોલીસની કોઈ ભૂલ નજરે ચડી ન હતી. અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ જજ રાજીવ લોચન મેહરોત્રાની અધ્યક્ષતામાં બનેલી ન્યાયિક આયોગની તપાસ હાલમાં ચાલી રહી છે.

વિકાસ દુબે એન્કાઉન્ટર

2 જુલાઈ 2020માં પોલીસની એક ટીમ ગેંગસ્ટર વિકાસ દુબેને પકડવા બીકરૂ ગામ ગઈ હતી. વિકાસ અને સાથીઓએ પોલીસ પર હુમલો કર્યો જેમાં બિલ્હૌર સીઓ દેવેન્દ્ર મિશ્ર સહિત 8 પોલીસવાળાના મોત થયા હતા. જેમાં વિકાસ ફરાર થઈ ગયો હતો.

બાદમાં વિકાસે એક અઠવાડિયા પછી ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સરન્ડર કર્યું. મધ્યપ્રદેશ પોલીસનું કહેવું છે કે તેમણે વિકાસની ધરપકડ કરી હતી. યુપી એસટીએફ અનુસાર 10 જુલાઈના રોજ વિકાસને ઉજજૈનથી કાનપુર લવાતો હતો. કાનપુર પાસે પોલીસની ગાડી અકસ્માત થતા પલ્ટી ખઈ ગઈ. તે વખતે વિકાસ દુબેએ પોલીસના શસ્ત્ર લઈને ભાગવાની કોશિષ કરી. ત્યારબાદ પોલીસને સ્વરક્ષણ માટે વિકાસને ગોળી મારવી પડી. વિકાસ દુબે ગેંગના અન્ય પાચ લોકો પણ એન્કાઉન્ટરમાં માર્યા ગયા.

વિકાસ બેના એન્કાઉન્ટર ઉપર પણ સવાલ ઉભા થયા હતા. વિકાસની ધરપકડના એક દિવસ પહેલા આ જ રીતે તેના બે સાથીઓની યુપી એસટીએફ સાથેનાએન્કાઉન્ટરમાં મોત નીપજ્યા હતા. વિકાસ સાથે પણ આવું જ તવાની શંકા હતા. તેના એન્કાઉન્ટર પર ઘાણા સવાલ ઉભા થયા હતા.

ઉજ્જૈનથી કાનપુર સુધીની 1200 કિલોમીટરની સફરમાં કોઈ અડચણ ઉભી ન થઈ. પરંતુ કાનપુર પાસે પહોંચતા જ એવું શું થયું કે એ જ ગાડીમાં અકસ્માત થયો જેમાં વિકાસ બેઠો હતો.

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે વિકાસ દુબેના પગમાં તકલીફ હતી અને તે સરખી રીતે ચાલી પણ શકતો ન હતો. તો પછી પોલીસની કસ્ટડીમાંથી ભાગ્યો કેવી રીતે. કારમાં લાવતી વખતે વિકાસને હાથકડી કેમ પહેરાવાઈ ન હતી. કાફલા સાથે આવી રહેલા પત્રકારોને છોડે દુર અટકાવી દેવાયા હતા.

તપાસમાં શું સામે આવ્યું

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બીએસ ચૌહાણની અધ્યક્ષતાવાળી પેનલે મામલાની તપાસ કરી હતી. તેમાં કહેવાયું હતું કે જુલાઈ 2020માં વિકાસ દુબે અને તેના સાથીઓના મોત સંદર્ભે પોલીસે જે કહ્યું તેમાં કોઈશંકા નથી.

1 ઓક્ટોબર 2023 ના રોજ યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે ગુના ની તપાસ, મેજીસ્ટ્રેટ તપાસ અને માનવ અધિકાર આયોગે પણ રાજ્ય સરકારના એક્શનમાં કોઈ દોષ જોયો ન હતો.

મુન્ના બજરેગીની હત્યા

મુખ્તાર અન્સારીના ખાસ પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફે મુન્ના બજરંગી પર ભાજપના વિધાનસભ્ય કૃષ્ણાનંદ રાયની ધોળે દિવસે હત્યા કરવાનો આરોપ હતો. 2018 માં તેને ઝાંસીથી બાગપત જેલમાં ખસેડવામાં આવ્યો હતો. 9 જુલાઈ 2018 માં કોર્ટમાં હાજર કરાય તેના તોડા કલાક પહેલા કથિતપણે જેલમાં બંધ ગેંગસ્ટર સુનિલ રાઠી સાથે મુન્નાનો ઝઘડો થયો. રાઠીએ હાઈસિક્યુરિટી બેરેકમાં પિસ્ટલથી ગોળી મારીને મુન્નાની હત્યા કરી નાંખી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર 10 ગોળી વાગવાથી મુન્નાનું મોત થયું હતું. સુનિલે હત્યાની જવાબદારી પણ લીધી.

મુન્ના બજરંગીની હત્યા પર સવાલ

હત્યાના એક અઠવાડિયા પહેલા મુન્નાની પત્ની સીમા સિંહે જેલમાં મુન્નાની હત્યાની શંકા વ્યક્ત કરી હતી. કથિતપણે જે પિસ્ટલથી મુન્નાની હત્યા થઈ તેને એક મેગઝીન અને 22 જીવતા કારતૂસ સાથે જેલની પાણીની ટાંકીમાંથી કબજે કરાયા હતા. એક અખબારી અહેવાલ મુજબ ફોરેન્સિક રિપોર્ટમાં આ એ હથિયાર ન હતું જેનાથી મુન્ના પર ગોળી ચલાવવામાં આવી હોવાનું જણવાયું હતું.મુન્ના બજરેગીના સંબંધીઓનો આરોપ હતો કે પ્રશાસને મેજીસ્ટ્રેટની સંમત્તિ વગર મુન્નાને બાગપત જેલમાં દાખલ કરાયો જોકે તેને પોલીસ લાઈન લઈ જવાનો હતો.

ફેબ્રુઆરી 2020માં હાઈકોર્ટે સીબીઆ તપાસનો આદેશ આપ્યો. બાદમાં સીબીઆઈએ બાગપતથી અરવિંદ, બબલુ અને અન્ય એક શખ્સની ધરપકડ કરી હતી. જાન્યુઆરી 2023 માં કેસની જવાબદારી સીબીઆઈની દિલ્હી યુનિટને સોંપાઈ હતી. જોકે હજી તપાસનો કોઈ ફાઈનલ રિપોર્ટ આવ્યો નથી.

પુષ્પેન્દ્ર યાદવ એન્કાઉન્ટર

પુષ્પેન્દ્ર યાદ પાસે બે ટ્રક હતા. પોલીસનો આરોપ હતો કે તે ખનન માફિયા ગહતો. 2019માં ઝાંસીના મોઠ થાણાના પ્રભારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણે ગેરકાયદે માઈનીંગના આરોપમાં પુષ્પેન્દ્રની એક ટ્ર્ક જપ્ત કરી લીધી. બાદમાં એક મહિના પછી પુષ્પેન્દ્રએ એસએચઓ ચૌહાણને મળવા બોલાવ્યો. જ્યારે ચૌહાણ પહોંચ્યો ત્યારે પુષ્પેન્દ્ર અને તેના બે સાથીઓએ ચૌહાણ પર હુમલો કરી દીધો અને તેની કાર લઈને ભાગી ગયા. ચૌહાણના ચહેરા પર ફાયરિંગ બર્નના નિશાન મળ્યા હતા.

પોલીસનું કહેવું છે કે રાત્રે અઢી વાગ્યે પુષ્પેન્દ્રની કાર 40 કિમી દૂંર એક ઠેકાણે દેખાઈ. પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો પણ તેણે અને તેના સાથીઓએ પોલીસ પર ગોળીબાહ કરી દીધો. પોલીસના વળતા ગોળીબારમાં પુષ્પેન્દ્ર માર્યો ગયો. જ્યારે તેના બે સાથી બાગી ગયા. પોલીસે પુષ્પેન્દ્રા ગુનાહિત ઈતિહાસનો દાવો કર્યો હતો અને તેની પર ગુંડા એક્ટ સહિત અનેક ગુના દાખલ હોવાનું કહ્યું હતું.

પુષ્પેન્દ્રના મોત બાદ પરિવારજનોએ તેનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો. તેની પત્ની શિવાંગીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને એન્કાઉન્ટરમાં સામેલ પોલીસવાળાઓ પર હત્યાનો કેસ દાખલ કરાવાની માંગમી કરી હતી. પરિવારજનોનો આરોપ છે કે પુષ્પેન્દ્ર યાદવ અને થાણા પ્રભારી ચૌહાણ વચ્ચે નિયમિત રૂપે પૈસાનો વ્યવહાર થતો હતો. ઘટનાના દિવસ્ આ વાતને લઈને ઝઘડો થયો હતો અને ધર્મેન્દ્ર ચૌહાણે પુષ્પેન્દ્રની ગોળી મારીને હત્યા કરી નાંખી.

બીજીતરફ 20 માર્ચ 2023 ના રોજ પુષ્પેન્દ્રની પત્ની શિવાંગીએ પોતાના પિયરમાં ફાંસી લગાવીને આપગાત કરી લીધો હતો. પુષ્પેન્દ્રના પિતાનું રહેવું છે કે પુત્રના મોત બાદ શિવાંગી એકલતા અનુભવી રહી હતી. શિવાંગીની ફરિયાદને આધારે ઓક્ટોબર 2022માં ધર્મેન્દ્ર ચૌહાણ અને અન્ય પોલીસ કર્મચારીઓ પર ગુનો દાખલ કરીને તપાસ સીબીસીઆઈડીને સોંપવામાં આવી. જેની તપાસ ચાલુ છે. જોકે એજન્સીએ હજી સુધી કોઈ રિપોર્ટ આપ્યો નથી.

અન્ય ગંગસ્ટરોના મોત પર પણ સવાલ ઉભા થયા હતા

14 એપ્રિલ 2021 માં ચિત્રકૂટ જેલમાં ત્રણ ગેંગસ્ટર મુકીમ કાલા, મિરાજુદ્દીન ઉર્ફે મિરાજ અને અંશુ દિક્ષીતની ગોળી મારીને હત્યા કરાઈ હતી.

જૂન 2023માં અંડરવર્લ્ડ ડોન છોડા રાજનના ખાસ ગેંગસ્ટર ખાન મુબારકને સારવાર માટે હરદોઈ જીલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. એકાદ કલાકમાં તેનું મોત નીપજ્યુ.

નવેમ્બર 2022માં ગેગસ્ટર મુનીર મેહતાબનુ વારાણલીની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. તેને સબિયત બગડતા સોનભદ્ર જેલથી લવાયો હતો.

7 જૂન 2023 ના રોજ ગેંગસ્ટર સંજીવ જીવા મહેશ્વરીને લખનૌ કોર્ટમાં રજુ કરવા લઈ જતી વખતે 16 રાઉન્ડ ગોળી મારવામાં આવી. હોસ્પિટલ જતા સુધીમાં તેનું મોત થયું.

20 માર્ટ 2017 થી 15 ડિસેમ્બર 2023 સુધીમાં છ વર્ષમાં ઉત્તરપ્રદેશમાં 10,814 એન્કાઉન્ટર થયા. 194 ગુનેગારો એન્કાઉન્ટરમાં માર્યા ગયા અને 5942 ઘાયલ થયા. આ કાર્યવાહીમાં પોલીસ દળના 16 જવાન શહીદ થયા અને 1505 પોલીસ કર્મચારી ઘાયલ થયા.

જાન્યુઆરી 2020 થી 15 ડિસેમ્બર 2023 સુધી યુપીના 68 માફિયાઓ અને તેના ગેંગના સાથીઓની 3758 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ અથવા તો તેની પર બુલડોઝર ફેરવી દેવાયું.

ગેગસ્ટર અધિનિયમ હેઠળ 124 અબજ 4 કરોડ 18 લાખ 52 હદાર 161 રૂપિયાની કિંમતની સ્થાવર કે જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશમાં 2016-17 માં નકલી એન્કાઉન્ટરની ફક્ત ચાર ફરિયાદ હતી. 2017-18 માં આ સંખ્યા વધીને 44 થઈ ગઈ. યોગી સરકારના 3 વર્ષમાં 2017 થી 2020 દરમિયાન નકલી એન્કાઉન્ટરની 93 ફરિયાદ થઈ હતી.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ આશિષ પાંડેના જમાવ્યા મુજ ભારતીય સંવિધાનમાં એન્કાઉન્ટર જેવો કોઈ શબ્દ નથી. તે પોલીસ કાર્યવાહી દરમિયાન ઉપયોગમાં લેવાતો શબ્દ છે.

કસ્ટડીમાં મોતને લઈને સીઆરપીસીમાં વર્ષ 2015 માં 176-1 (એ) પ્રાવધાન જોડવામાં આવ્યું હતું. જે મુજબ કોઈ વ્યક્તિનું ન્યાયિક કસ્ટડીમાં મોત થવું, ગાયબ થવું કે બળાત્કાર તવાના મામલામાં મેજીસ્ટ્રેટ તપાસ જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના