Not Set/ હિંમતનગરમાં પોલીસે બે બાઇકચોરોને ઝડપી પાડ્યા,અનેક ગુનાઓ છે નોંધાયેલા

હિંમતનગર, હિંમતનગરમાં પોલીસે બે બાઇકચોરોને પકડી પાડ્યા છે. આ બન્ને પકડાયેલા આરોપી પર એક નહીં પણ પરંતુ અનેક ગુનાઓ નોંધાયેલા છે. મળતી માહિતી અનુસાર આ બન્ને શખ્સો સ્પોર્ટ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાના બાતમી મળતાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે આ બન્ને પકડ્યા હતા અને બાઇકના જરૂરી પુરાવા માંગ્યા […]

Gujarat Others Videos
mantavya 425 હિંમતનગરમાં પોલીસે બે બાઇકચોરોને ઝડપી પાડ્યા,અનેક ગુનાઓ છે નોંધાયેલા

હિંમતનગર,

હિંમતનગરમાં પોલીસે બે બાઇકચોરોને પકડી પાડ્યા છે. આ બન્ને પકડાયેલા આરોપી પર એક નહીં પણ પરંતુ અનેક ગુનાઓ નોંધાયેલા છે. મળતી માહિતી અનુસાર આ બન્ને શખ્સો સ્પોર્ટ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા.

આ દરમિયાના બાતમી મળતાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન પોલીસે આ બન્ને પકડ્યા હતા અને બાઇકના જરૂરી પુરાવા માંગ્યા હતા. જો કે બાઇકચોરીને હોય તે પૂરાવા પણ ક્યાંથી હોય.

જેથી પોલીસે આ બન્નેની આકરી પૂછરપરછ કરતાં તેમને પોલીસ સમક્ષ બાઇકની ચોરી કરી હોવાની કેફિયત વર્ણવી હતી. હાલ તો પોલીસ દ્વારા આ બન્ને વિરુદ્ઘ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.