Not Set/ ચંદા કોચર વિરુધ કસાયો શિકંજો, CBI દ્વારા FIR નોંધી ચાર સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા

મુંબઈ, ખાનગી સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ (ICICI) દ્વારા વીડિયોકોન ગ્રુપને ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન આપવા બદલે ચંદા કોચર પર ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો સંવેદનાત્મક આરોપો લાગ્યા હતા, ત્યારબાદ હવે ગુરુવારે CBI દ્વારા કોચર વિરુધ FIR નોધવામાં આવી છે. CBI Sources: Central Bureau of Investigation registers FIR in Chanda Kochhar case. Raids being conducted by CBI at four locations in Mumbai, Maharashtra. […]

Top Stories India Trending
chandakochhar kY9H ચંદા કોચર વિરુધ કસાયો શિકંજો, CBI દ્વારા FIR નોંધી ચાર સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા

મુંબઈ,

ખાનગી સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ (ICICI) દ્વારા વીડિયોકોન ગ્રુપને ૩૨૫૦ કરોડ રૂપિયાની લોન આપવા બદલે ચંદા કોચર પર ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો સંવેદનાત્મક આરોપો લાગ્યા હતા, ત્યારબાદ હવે ગુરુવારે CBI દ્વારા કોચર વિરુધ FIR નોધવામાં આવી છે.

બીજી બાજુ આ મામલે CBI દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રના ચાર અલગ – અલગ સ્થળો પર છાપેમારી કરવામાં આવી રહી છે, જેમાં મુંબઈ સ્થિત વિડીયોકોનના નરીમન પોઈન્ટ સ્થિત હેડકવાર્ટર પણ શામેલ છે.

શું છે આ મામલો ? 

વીડિયોકોન ગ્રુપ અને ICICI બેંકના રોકાણકાર અરવિંદ ગુપ્તાએ ચંદા કોચર પર આરોપ લગાવ્યા હતા કે, “કોચરે વીડિયોકોનને કુલ ૪૦૦૦ કરોડ રૂપિયાની બે લોન મંજૂર કરવા માટે ખોટી રીતે લાભ લીધો હતો”.

Related image

મહત્વનું છે કે, રજીસ્ટાર ઓફ કંપનીઝમાં દાખલ કરવામાં આવેલી માહિતી મુજબ, ICICI બેંકના CEO ચંદા કોચર, તેઓના પતિ દિપક કોચર અને વીડિયોકોન ગ્રુપના MD વેણુગોપાલ ધૂત દ્વારા સાથે માંડીને ડિસેમ્બર,૨૦૦૮માં ન્યુ પાવર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ (NRPL)ના નામથી એક કંપની બનાવવામાં આવી હતી.

NRPLમાં ધૂત પરિવારના સદસ્યો અને તેઓના સબંધીઓના ૫૦ ટકા શેર હતા. જયારે અન્ય ૫૦ ટકા શેર ચંદા કોચર, તેઓના પતિ દિપક કોચર અને પેસિફિક કેપિટલના નામ પર હતા.

fghfdhh ચંદા કોચર વિરુધ કસાયો શિકંજો, CBI દ્વારા FIR નોંધી ચાર સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા
national-cbi-registers-fir-chanda-kochhar-case-raids-being-conducted-four-locations-maharashtra

પેસિફિક કેપિટલ કંપનીનું માલિકી દિપક કોચર પાસે હતી અને ત્યારબાદ એક વર્ષ પછી જાન્યુઆરી ૨૦૦૯માં ધૂતે NRPLના ડાયરેક્ટર પદથી રાજીનામું આપી દીધું હતું અને પોતાના લગભગ ૨૫૦૦૦ શેર દિપક કોચરને ટ્રાન્સફર કર્યા હતા.

માર્ચ ૨૦૧૦, અંત સુધીમાં સુપ્રીમ એનર્જીએ NRPL કંપનીનો મહત્તમ સંચાલન પોતાના હાથમાં લઇ લીધું હતું. જયારે દિપક કોચર પાસે માત્ર ૫ ટકા શેર રહ્યા હતા. પરંતુ ૮ મહિના પછી વેણુગોપાલ ધૂત દ્વારા સુપ્રીમ એનર્જીની પોતાની બધી હોલ્ડિંગ એમના સહયોગી મહેશ ચંદ્ર પુંગલિયાના નામે કરી દીધી હતી અને ત્યારબાદ બે વર્ષ પછી પુંગલિયાએ સુપ્રીમ એનર્જીમાં પોતાના તમામ સ્ટેક દિપક કોચરની પિનેકલ એનર્જીને માત્ર ૯ લાખ રૂપિયા આપ્યા હતા.