Not Set/ દેશનાં 1% અમીરો પાસે 70% વસ્તી કરતા 4 ગણી વધારે સંપત્તિ : અભ્યાસ

દેશમાં શ્રીમંત અને ગરીબ વચ્ચેનાં વધતા જતા અંતર પર ઓક્સફેમ દ્વારા અધ્યયન કરવામાં આવ્યું, અધ્યયનમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર, દેશના એક ટકા શ્રીમંત લોકોની સંપત્તિ દેશની વસ્તીનાં 70 ટકા લોકોની સંપત્તિના ચાર ગણી છે. એટલું જ નહીં, આ સમૃદ્ધ લોકોની કુલ સંપત્તિ દેશના કુલ બજેટ કરતા વધારે છે. આ માહિતી સોમવારે બહાર […]

Top Stories Business
poverty and richness દેશનાં 1% અમીરો પાસે 70% વસ્તી કરતા 4 ગણી વધારે સંપત્તિ : અભ્યાસ

દેશમાં શ્રીમંત અને ગરીબ વચ્ચેનાં વધતા જતા અંતર પર ઓક્સફેમ દ્વારા અધ્યયન કરવામાં આવ્યું, અધ્યયનમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર, દેશના એક ટકા શ્રીમંત લોકોની સંપત્તિ દેશની વસ્તીનાં 70 ટકા લોકોની સંપત્તિના ચાર ગણી છે. એટલું જ નહીં, આ સમૃદ્ધ લોકોની કુલ સંપત્તિ દેશના કુલ બજેટ કરતા વધારે છે. આ માહિતી સોમવારે બહાર પાડવામાં આવેલા ધનિકોની સંપત્તિ વિશેનાં અહાવાલમાં પ્રકાશીત કરવામાં આવી છે. ભારતના સંદર્ભમાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં દેશના 63 અબજોપતિઓની સંપત્તિ કેન્દ્ર સરકારના કુલ બજેટ કરતા વધારે હતી. ભારત સરકારનું વર્ષ 2018-19નું કુલ બજેટ 24,42,200 કરોડ રૂપિયા હતું. 

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ) દ્વારા ‘ટાઇમ ટુ કેર’ શીર્ષકની 50 મી બેઠકમાં બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિશ્વના 2,153 અબજોપતિઓ પૃથ્વી પર વસેલા 60 ટકા વસ્તીની સંપત્તિ કરતા વધુ સંપત્તિ ધરાવે છે. એટલે કે, 2,153 અબજોપતિઓની વિશ્વ સંપત્તિ 4.6 અરબ લોકોથી વધુ છે.

અહેવાલમાં બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે વૈશ્વિક અસમાનતા કેટલી વધી છે. છેલ્લા દાયકામાં જ, અબજોપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. એવા સમયે જ્યારે ગયા વર્ષે તમામ અબજોપતિઓની કુલ સંપત્તિમાં ઘટાડો થયો છે.

ઓક્સફેમ ઈન્ડિયાના સીઈઓ અમિતાભ બેહરે કહ્યું કે, ધનિક અને ગરીબ વચ્ચેનું આ અંતર જ્યાં સુધી કોઈ નીતિ બનાવવામાં ન આવે ત્યાં સુધી ખત્મ કરી શકાશે નહીં. એ નોંધવું પણ યોગ્ય છે કે, કેટલીક સરકાર અસમાનતાના આ અંતર તરફ કામ કરી રહી છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પાંચ દિવસીય બેઠક સોમવારે આવક અને લિંગ અસમાનતાના કારણો અને નિદાન અંગે ચર્ચા કરી હતી. ડબ્લ્યુઇએફનાં વાર્ષિક વૈશ્વિક પડકારો અંગેના અહેવાલમાં માઇક્રોઇકોનોમીથી વર્તમાન અર્થતંત્ર પર વધતા દબાણ અંગે ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક અસમાનતા 2019 માં પણ ચાલુ રહી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.