@કુંતાલ ત્રિવેદી,મંતવ્ય ન્યૂઝ- ભાવનગર
ભાવનગરના સિહોર નજીક ઘાંઘળી રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહુવાના કરમદીયાનું દંપતી બાઇક પર ચોગઠ ગામે નિવેદ માટે જતા હોય તે સમયે કેબી ઇસ્પાત ફેકટરી નજીક બોટાડથી ભાવનગર તરફ આવી રહેલી એક ખાનગી મીની બસે અડફેટે લેતા આ દંપતી અકસ્માત બાદ 100 મીટર રોડ પર ધસડાયું હતું અને બંનેના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
Road Accident / અમદાવાદ – વડોદરા અને ભરુચમાં માર્ગ અકસ્માતે 3 લોકોનો લીધો ભોગ
આદ્યશક્તિ જગદંબાની આરાધનાના પર્વ એવી નવરાત્રીના નવમા નોરતે માતાજી ના નિવેદ માટે મહુવાના કરમદીયા ગામે રહેતા એભલ ગેમાભાઈ ડાભી તથા તેના પત્ની શોભાબેન બાઇક પર ચોગઠ ગામે જઈ રહ્યા હતા.ત્યારે આ દંપતી ઘાંઘળી નજીક કેબી ઇસ્પાત ફેકટરી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બોટાદ થી પુર ઝડપે આવી રહેલી એક ખાનગી મીની બસના ચાલકે આ દંપતી ને અડફેટે લીધું હતું.
Accident: પોરબંદર વીરભાનુ ચોક પાસે અકસ્માત, ASI નું મોત, એક પોલીસકર્મી ગંભીર…
બસ સાથે ની બાઇક ની ટક્કર બાદ પણ આ દંપતી 100 મીટર રોડ પર ધસડાયું હતું અને બંનેના ઘટના સ્થળે કરુણ મોત નિપજયા હતા. આ બનાવ ને પગલે માર્ગ પરથી પસાર થતા વાહનો ત્યાં થંભી ગયા હતા અને તાકીદે પોલીસ ને જાણ કરી હતી.જ્યારે બંને ની લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી.આ અકસ્માત ની કરુણતા દ્રશ્યો પરથી જ જોઈ શકાય છે જ્યારે પોલીસે હાલ બસ ચાલક સામે ગુનો નોંધાવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે.