Not Set/ ખેડુતોના વિવિધ મુદે યોજાયેલા સંમેલનમાં ખેડુતોએ ભાજપ અને કોગ્રેસ બન્ને સામે આક્રોશ વ્યકત કર્યા હતો.

પોરબંદર, પોરબંદર જીલ્લાના ખેડુતોમાં પાક વિમાને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. છત્રાવા ગામે બિનરાજકીય ખેડુત સમેલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ખેડુતોએ સરકાર સામે પ્રહારો કાર્ય હતા.આ સમેલનમા કોંગ્રેસના આગેવાનો આવી પહોંચતા ખેડુતોમા નારાજગો જોવા મળી હતી. કુતિયાણા તાલુકાના છત્રાવા ગામે ખેડુતો સાથે સંવાદ અને સંવેદના ના ભાગરૂપે ખેડુત સમેલનનુ આયોજન કરવામા આવ્યુ […]

Gujarat Others Uncategorized
porbandar khedut sammelan ખેડુતોના વિવિધ મુદે યોજાયેલા સંમેલનમાં ખેડુતોએ ભાજપ અને કોગ્રેસ બન્ને સામે આક્રોશ વ્યકત કર્યા હતો.

પોરબંદર,

પોરબંદર જીલ્લાના ખેડુતોમાં પાક વિમાને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. છત્રાવા ગામે બિનરાજકીય ખેડુત સમેલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા ખેડુતોએ સરકાર સામે પ્રહારો કાર્ય હતા.આ સમેલનમા કોંગ્રેસના આગેવાનો આવી પહોંચતા ખેડુતોમા નારાજગો જોવા મળી હતી.

કુતિયાણા તાલુકાના છત્રાવા ગામે ખેડુતો સાથે સંવાદ અને સંવેદના ના ભાગરૂપે ખેડુત સમેલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મુખ્ય મુદો પાક વિમા નો રહયો હતો. કુતિયાણા તાલુકાને માત્ર ૦.૬૪ ટકા જ પાક વિમો આપવામા આવ્યો છે. પોરબંદર જીલ્લામા ઓછા વરસાદના કારણે દુષ્કાળની સ્થિતિનુ નિમર્ણ થયુ છે. છતા પાક વિમાથી વંચીત રાખવામા આવ્યા. કુતિયાણા તાલુકાને મગફળીને મુખ્ય પાક માંથી ગૌણ પાકમા પરિવર્તનકરી ખેડુતોને હંમેશાને માટે પાક વિમાથી વંચીત રાખવાના સરકારના નિર્ણય સામે આક્રોશ વ્યકત કર્યા હતો.

કુતિયાણા તાલુકામા ટેકાના ભાવે મગફળીના કેન્દ્રો બંધ કરી દેવાતા પોરબંદર સુધી મગફળી લઈ જવાથી ટ્રાન્સપોટ્રેશનનો ખર્ચ વધે છે. આ ઉપરાંત ઘેડ પંથકના ખેડુતો ભાદર નદી ઉપર નિર્ભર છે. પૈસા ભારી અને ભાદર-ર ડેમમાથી પાણી છોડવામા આવ્યુ છતા આ વિસ્તારના ખેડુતો પાણીથી વંચીત રહયા આ રીતે ખેડુતોના વિવિધ મુદે યોજાયેલા આ કાર્યક્રમમા ખેડુતોએ ભાજપ અને કોગ્રેસ બન્ને સામે આક્રોશ વ્યકત કર્યા હતો.

પોરબંદર અને કુતિયાણા તાલુકાના ખેડુતોમા પાક વિમા સહિતના મુદે ભારે રોષ્ ભભુકી ઉઠયો છે. અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે. કુતિયાણા ખાતે બિનરાજકીય ખેડુત સમેલનનુ આયોજન કરવામા આવ્યુ હતુ. પરંતુ કોંગ્રેસના આગેવાનો  આવી પહોંચતા ખેડુતોમા કયાક નારાજગી જોવા મળી હતી.