દિવાળી/ જામનગરના બજારોમાં 151થી વધુ પ્રકારના મુખવાસ, મુખવાસના વેપારીઓની દિવાળી સુધરી

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી તહેવારોની ઉજવણી ફીક્કી પડી હતી. જ્યારે આ વર્ષે છુટછાટ મળતાં દિવાળી પર્વની ઉજવણીનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Gujarat Others Trending
પેટ્રોલ 8 જામનગરના બજારોમાં 151થી વધુ પ્રકારના મુખવાસ, મુખવાસના વેપારીઓની દિવાળી સુધરી

પ્રકાશનું પર્વ દિવાળી શરૂ થઈ ગયું છે. ત્યારે જામનગરમાં ખરીદીનો માહોલ બરાબર જામ્યો છે. એની સાથે સાથે જામનગરના પ્રખ્યાત મુખવાસ ની પણ બજારમાં માંગ વધી છે.

  • દિવાળીમાં મુખવાસના બજારમાં તેજી
  • મુખવાસ ખરીદવા લોકોની ભીડ

જામનગર શહેરની પ્રજા આમેય સ્વાદે શોખીન છે. એમાં પણ દિવાળીના તહેવાર નિમિત્તે લોકોની મીઠાઇ, ફરસાણ સહિત મુખવાસ ખરીદવા લોકોની ભીડ જોવા મળી.  જામનગરનો મુખવાસ તો દૂર-દૂરના શહેરો સુધી પ્રખ્યાત છે.  મુખવાસમાં અનેક જાતની વિશિષ્ટ વેરાયટી હોય છે. જેમાં લોકો ખાસ કરીને જામનગરી મુખવાસ વધુ પસંદ કરે છે. મહત્વનું છે કે  નવા વર્ષ  દરમિયાન ઘરે આવેલા મહેમાનોને નાસ્તો તેમજ મિઠાઈ આપી મોં મીઠું કરાવવામાં આવતુ હોય છે અને બાદમાં મુખવાસ આપવામાં આવતો હોય છે.  જેને પગલે હાલ બજારમાં મુખવાસની ખરીદીમાં તેજી આવી છે. જો કે મુખવાસના ભાવમાં સામાન્ય ભાવવધારો નોંધાયો હોવા છતાં ચાલુ વર્ષે સારી ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

પેટ્રોલ 9 જામનગરના બજારોમાં 151થી વધુ પ્રકારના મુખવાસ, મુખવાસના વેપારીઓની દિવાળી સુધરી

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી તહેવારોની ઉજવણી ફીક્કી પડી હતી. જ્યારે આ વર્ષે છુટછાટ મળતાં દિવાળી પર્વની ઉજવણીનો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને પગલે બજારમાં મુખવાસની ખરીદીમાં તેજી આવી છે. સાથે સાથે મુખવાસની ખરીદીમાં લોકો વ્યસ્ત બન્યા છે. ચાલુ વર્ષે મુખવાસની વેરાઈટીમાં સામાન્ય ભાવવધારો નોંધાયો હોવા છતાં લોકો મુખવાસની ખરીદી કરતા જોવા મળ્યા હતા.

જામનગરના બજારોમાં 151થી વધુ મુખવાસની વેરાઈટી જોવા મળી રહી છે. મુખ્ય મુખવાસની વેરાયટીમાં લોકોની પસંદગી જામનગરી મુખવાસ, ચેરી ડ્રાયફ્રુટ, બટર સ્કોચ, પાઈનેપલ, રોસ્ટેડ એલસી, સ્વીટ આમલા, મસાલા ગોટલી, મસાલા આદુ, મસાલા મેથી અને 500 વોલ્ટ છે.  ત્યારે મુખવાસના વેપારીઓમાં પણ મુખવાસની ખરીદીમાં તેજી આવવાના લીધે ખુશી જોવા મળી.

ફરિયાદ / સ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ

IPL / કોણ બનશે અમદાવાદ ટીમનો કેપ્ટન?

ભૂકંપ / ગુજરાતના દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપ,કોઇ જાનહાનિ કે નુકશાન થયું નથી