ફૂડ ફેસ્ટીવલ/ જામનગરની પ્રખ્યાત કચોરી, લોકો દુર દુરથી આવે છે ખાવા

જામનગર ની પ્રખ્યાત કચોરીનો સ્વાદ માણવા લોકો દૂર દૂર થી આવતા હોય છે. તેમજ સ્થાનિકો પણ અહીંથી વિદેશ સુધી તેઓના સ્નેહીઓને કચોરી ગિફ્ટ પેકિંગમાં મોકલાવતા હોય છે.

Gujarat Others Trending
પેટ્રોલ 10 જામનગરની પ્રખ્યાત કચોરી, લોકો દુર દુરથી આવે છે ખાવા

દિવાળીના તહેવારો હાલ ચાલી રહ્યા છે. ત્યારે જામનગરની વિશ્વ વિખ્યાત કચોરી ગુજરાત અને દેશ સહિત વિદેશમાં પણ ધૂમ મચાવશે. બે વર્ષ પહેલા કોરોના કાળમાં લોકો તહેવારો નહોતા ઉજવી શક્યા, ત્યારે આ વર્ષે સરકારની છૂટછાટ બાદ નિયમોનું પાલન કરીને તહેવારનો આનંદ લોકો માણી શકશે.

  • બે પ્રકારની મળે છે કચોરી
  • સાદી કચોરી અને ડ્રાય ફ્રુટ કચોરી
  • કામ કરતી મહિલાઓ બનાવે છે કચોરી

સૌ પ્રથમ લોટ દળીને એક સરખા પ્રમાણમાં ગોરણા બનાવે છે. કચોરી માટેનો મસાલા પણ તેઓ ત્યાંજ તૈયાર કરે છે. ગોળ-ગોળ ગોરણા બન્યા બાદ તેમને ત્યાં કામ કરતા બહેનો દ્વારા લોટના ગોરણામાં મસાલો ભરવામાં આવે છે અને કચોરીનો આકાર આપી તેને તૈયાર કરવામાં આવે છે.  જ્યારે કચોરી તૈયાર કર્યા પછી તેને સારામાં સારા ફુડલાઇટ ઓઇલમાં તળવામાં આવે છે. તેને લગભગ 10 થી 15 મીનીટ સુધી તળવામાં આવે છે અને ત્યારબાદ કચોરી તૈયાર થઇ જાય છે. બે પ્રકારની કચોરી બનાવવામાં આવે છે, સાદી કચોરી અને ડ્રાય ફ્રુટ કચોરી.

વિખ્યાત કચોરી

કચોરી તૈયાર થયા બાદ કચોરીનું પેકીંગ પણ મશીન દ્વારા કરવામાં આવે છે. સાદી કચોરીને પેકેટમાં સીધી પેક કરવામાં આવે છે અને તેના પેકેટ તૈયાર થઇ ગયા બાદ તેને મોટા બોકસમાં પેક કરવામાં આવે છે. ડ્રાયફુટ કચોરીને અલગ રીતે પેક કરવામાં આવે છે. ડ્રાયફુટ કચોરીને થોડી ઠંડી થયા બાદ મશીન દ્વારા ફોઇલ પેપરમાં એક-એક નંગ પેક કરવામાં આવે છે અને ત્યારબાદ બીજા મશીન દ્વારા તેને ડબ્બામાં પેક કરવામાં આવે છે.

જામનગર ની પ્રખ્યાત કચોરીનો સ્વાદ માણવા લોકો દૂર દૂર થી આવતા હોય છે. તેમજ સ્થાનિકો પણ અહીંથી વિદેશ સુધી તેઓના સ્નેહીઓને કચોરી ગિફ્ટ પેકિંગમાં મોકલાવતા હોય છે. આ વખતે દિવાળીના તહેવારમાં આ કચોરીઓનું ખૂબ સારા પ્રમાણમાં વેચાણ થયું છે. અને ગ્રાહકોમાં પણ ઉત્સાહ સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ વર્ષે કોરોનાના કેસોની ગતિ ધીમી પડી છે, ત્યારે દિવાળીના તહેવાર નિમિત્તે જામનગરના લોકો કચોરીનો સ્વાદ માણશે. આ કચોરી પાંચ માસ સુધી સારી રહે છે. તેથી વિદેશમાં પણ મોકલવામાં આવે છે. ત્યારે ગુજરાત સહિત દેશમાં અને વિદેશોમાં પણ જામનગરની પ્રખ્યાત કચોરી ધૂમ મચાવશે.

દિવાળી / જામનગરના બજારોમાં 151થી વધુ પ્રકારના મુખવાસ, મુખવાસના વેપારીઓની દિવાળી સુધરી

ફરિયાદ / સ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ