Notice/ હવે આંગણવાડી બહેનોને અલ્ટીમેટમ,ફરજ પર જોડાઓ નહીંતર…..

રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બહેનો દ્વારા પડતર માગણીને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. જોકે તેમ છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી

Top Stories Gujarat
19 1 હવે આંગણવાડી બહેનોને અલ્ટીમેટમ,ફરજ પર જોડાઓ નહીંતર.....

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારી વિભાગના વિવિધ સંગઠન ભાજપ સરકાર સામે પોતાના પડતર માંગણીઓને લઇને પ્રદર્શન કરી રહ્યા છે.ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી બહેનો દ્વારા પડતર માગણીને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે. જોકે તેમ છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. એવામાં આંગણવાડી બહેનોની હડતાળથી સરકારી સેવા કામગીરી ખોરવાઈ છે. એવામાં હવે અધિકારી દ્વારા આંગણવાડી બહેનોને નોટિસ પાઠવવામાં આવી છે અને તાત્કાલિક ફરજ પર જોડાવવા માટે કહેવાયું છે.

18 3 હવે આંગણવાડી બહેનોને અલ્ટીમેટમ,ફરજ પર જોડાઓ નહીંતર.....

બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડી તેડાગર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. જેના કારણે આંગણવાડીમાં બાળકોના નાસ્તાની,સગર્ભા મહિલાઓના આરોગ્ય તથા ટી.એચ.આરનું વિતરણ સહિત અન્ય સરકારી કામગીરી ખોરવાઈ ગઈ છે. એવામાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે હડતાળ પરની બહેનોને નોટિસ આપી છે. જે મુજબ તેમને તાત્કાલિક ફરજ પર જોડાવવા માટે કહેવાયું છે અને આમ ન કરવા પર તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે.