Maharastra/ નવાબ મલિક મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ, 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં છે

નવાબ મલિકને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેમને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories India
navab

મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં બુધવારે ED અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને 3 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર કરાયા, સર્ચ ઓપરેશન ચાલુ

શુક્રવારે માહિતી સામે આવી છે કે, નવાબ મલિકને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે તેમને હોસ્પિટલમાં શા માટે દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની ધરપકડ પછી તરત જ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું હતું કે, તેણે સોલિડસ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા માત્ર થોડા લાખમાં 300 કરોડના પ્લોટ ખરીદ્યા હતા. આ જમીન મુનીરા પ્લમ્બરની હતી, જેના પર ડી-ગેંગ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. EDનો આરોપ છે કે, આ કંપનીની માલિકી નવાબ મલિકના પરિવાર પાસે છે. તપાસ એજન્સીએ એમ પણ કહ્યું છે કે, તેનું નિયંત્રણ હસીના પારકર સહિત ડી-ગેંગના સભ્યો પાસે હતું.

આ પણ વાંચો:દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ હટાવ્યો, બસ અને મેટ્રોમાં ઉભા રહીને કરી શકશો મુસાફરી, દુકાનોની સમયમર્યાદા પણ પૂરી થશે

આ પણ વાંચો:શિવસેના સાંસદ સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- ‘દેશમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે’