Bhavnagar today/ ભાવનગરની બજરંગદાસ બાપા આરોગ્ય ધામ ખાતે કાર્ડિયાક સુવિધાનો પ્રારંભ

ભાવનગર શહેરની બજરંગદાસ બાપા આરોગ્ય ધામ હોસ્પિટલ ખાતે જાપાનીઝ ટેકનોલોજીથી સજ્જ કૅથલેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે…હૃદયરોગની સર્જરી અને સારવારમાં ખુબજ સારા પરિણામ આપતી સુવીધા હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે…

Uncategorized
ભાવનગર

ભાવનગર શહેરની બજરંગદાસ બાપા આરોગ્ય ધામ હોસ્પિટલ ખાતે જાપાનીઝ ટેકનોલોજીથી સજ્જ કૅથલેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હૃદયરોગની સર્જરી અને સારવારમાં ખુબજ સારા પરિણામ આપતી સુવીધા હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.

ભાવનગર શહેરની બજરંગદાસ બાપા આરોગ્ય ધામ (હોસ્પીટલ)ખાતે સૌરાષ્ટ્રની પ્રથમ કહી શકાય તેવું જાપાનીઝ ટેકનોલોજીથી સજ્જ કૅથલેબનું આજે સંતો,મહંતો અને અગ્રણી ડોકટરોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હૃદયરોગની સર્જરી અને સારવારમાં ખુબજ સારા પરિણામ આપતી અલ્ટ્રા લો રેડિયાશન, સહિત વીવિધ ટેકનોલોજી ધરાવતી સુવિધા યુક્ત આ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.

સાથે આયુષ્યમાન કાર્ડમાં પણ દર્દીઓને મફત સારવાર મળી રહી તેની સુવિધા પણ અહી ઉપલબ્ધ છે. ટી.એમ.ટી.મશીન,ઇકો મશીન,અને કૅથલેબ સહિત તમામ સુવિધા ઓ ધરાવતું ભાવનગરનું એક માત્ર સેન્ટર બજરંગદાસ બાપા આરોગ્ય ધામ ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું

આ પ્રસંગે રૂપાવટી શામલા બાપાની જગ્યાના મહંત મોહનદાસબાપા, સિહોર મોંઘીબાની જગ્યાએથી જીનાદાસ બાપા,ટ્રસ્ટી રણજીતસિંહ ગોહિલ,તેમજ જનરલ ટ્રસ્ટી,ડો દર્શન શુક્લ ડાયરેકટર,હાર્ટ સર્જન ડો.કૃષ્ણકાંત શર્મા, તેમજ તમામ વિભાગના ડોકટર અને હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા



આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: