અમદાવાદ/ બલ્ગેરિયન યુવતી અને મહિલા પોલીસકર્મી વચ્ચેની વાતચીતનો ઓડિયો પુરાવા તરીકે રજૂ કરાયો, વધુ સુનાવણી 8 ડિસેમ્બરે

રાજીવ મોદી સામેના દુષ્કર્મ કેસમાં આજે બલ્ગેરિયન યુવતી અને મહિલા પોલીસ વચ્ચેની વાતચીતનો ઓડિયો પીડિતાના વકીલે એવિડેન્સ તરીકે હાઈકોર્ટમાં પ્રસ્તુત કર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
બલ્ગેરિયન

Ahmedabad News: રાજીવ મોદી વિરુદ્ધ બળાત્કારના કેસમાં પીડિતાના વકીલે આજે હાઈકોર્ટમાં બલ્ગેરિયન યુવતી અને પોલીસ મહિલા વચ્ચેની વાતચીતનો ઓડિયો પુરાવા તરીકે રજૂ કર્યો હતો. આ અંગે સરકારી વકીલે સમય માંગ્યો હોવાથી વધુ સુનાવણી 8મી ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. ઓડિયો રેકોર્ડિંગમાં યુવતી અને મહિલા ACP વચ્ચેની વાતચીતના અહેવાલ છે.

અમદાવાદ સ્થિત કેડિલા ફાર્મા કંપનીના CMD રાજીવ મોદી પર તેમની ભૂતપૂર્વ ફ્લાઈટ એટેન્ડન્ટ, બલ્ગેરિયન યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. રાજીવ મોદી સામે જાતીય સતામણી, બળાત્કાર અને માનવ તસ્કરી હેઠળ ફરિયાદ દાખલ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી. જજ હસમુખ સુથાર હાઈકોર્ટની કોર્ટમાં હાજર હતા. પોલીસ પર આરોપીઓના પ્રભાવને કારણે એફિડેવિટમાં એવી માંગણી કરવામાં આવી છે કે જો સીબીઆઈ કે ગુજરાત બહારની કોઈ એજન્સીને ફરિયાદ કરવામાં આવે તો તપાસ સોંપવામાં આવે. આ પહેલા યુવતી વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી.

યુવતીએ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં સૌથી વધુ અમદાવાદની પોલીસ પર કથિત રીતે આ મામલો દબાવી દેવા પર ભજવેલી ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે. યુવતીએ પોતાની અને અન્ય યુવતીઓ સાથે થયેલી જાતીય સતામણીને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ કહી આશ્રમ ચલાવતા ગોડમેન જેવા કે રામ રહીમ અને આતંકી સંગઠનો દ્વારા થતા અત્યાચારો સાથે સરખામણી કરી છે.

અરજી પ્રમાણે 11-4-2023થી 21-4-2023 સુધી એટલે આ 10 દિવસ દરમિયાન તેમને વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશને વારંવાર બોલાવવામાં આવી હતી. ACP હિમાલા જોશી પર કેસ પાછો ખેંચવાની, ધાકધમકી આપવાની, માનસિક ત્રાસ આપવાની, ડોક્યુમેન્ટ જપ્ત કરી લેવાની ધમકીઓ વારંવાર આપવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોતાના આક્ષેપો સાબિત કરવા ફરિયાદીએ ખાસ કરીને 20-4-2023ના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સીસીટીવી અને ઓડિયો રેકોર્ડિંગ ચેક કરવા કોર્ટને અરજી કરી છે.

8 એપ્રિલ 2023ના રોજ યુવતીએ NCWના લખેલા ઇ-મેલમાં જણાવ્યું હતું કે હું અનેકમાંની એક યુવતી છું, જે રાજીવ મોદીના સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનેલી છું. અમે દરરોજ ડેઇલી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ, ડર, કરિયર એન્જાઇટી, ધમકી અને એકલતાનો ભોગ બની રહ્યાં છીએ. કેડિલા કંપની જોઈન કર્યા પછી અમે ડિપ્રેશનમાં સરી પડ્યાં છીએ. એક વર્ષમાં એચઆર જોનસન મેથ્યુ અને લીડ ડાયરેક્ટર રાજીવ મોદીએ 50 યુવતીને નોકરી પર લઈ ફાયર કરી દીધી છે. હું ડરતી નથી, પણ અમારી આપવીતી કહી રહી છું.


whatsapp ad White Font big size 2 4 બલ્ગેરિયન યુવતી અને મહિલા પોલીસકર્મી વચ્ચેની વાતચીતનો ઓડિયો પુરાવા તરીકે રજૂ કરાયો, વધુ સુનાવણી 8 ડિસેમ્બરે


આ પણ વાંચોઃ 

આ પણ વાંચો:સુરતમાં અનોખા લગ્ન, રક્તદાન કેમ્પ અને રાષ્ટ્રગીત ગાઈને વરઘોડિયા લગ્નના બંધને બંધાયા

આ પણ વાંચો:પાલનપુરમાં સરકારી નર્સિંગ કોલેજની 10 વિધાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર

આ પણ વાંચો:સિદ્ધપુરના કાત્યોક મેળામાં દુર્ઘટના, બાળકો સહિત ત્રણને ગંભીર ઈજા

આ પણ વાંચો:ચિગાર નામક જંતુ કરડવાથી થતો જીવલેણ રોગનો પહેલો કેસ સુરતમાં નોંધાયો, જાણો શું છે લક્ષણો