Not Set/ ચેતી જજો! દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ ફરી 4 લાખને પાર

ભારતમાં કોરોના મહામારી હજુ પૂર્ણ રીતે ખતમ થઇ નથી. બીજી લહેર બાદ દેશમાં ત્રીજી લહેરની આશંકા છે છતા લોકો આજે પણ માસ્ક પહેરવુ, સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આળસ બતાવી રહ્યા છે.

Top Stories India
11 79 ચેતી જજો! દેશમાં કોરોનાનાં એક્ટિવ કેસ ફરી 4 લાખને પાર

ભારતમાં કોરોના મહામારી હજુ પૂર્ણ રીતે ખતમ થઇ નથી. બીજી લહેર બાદ દેશમાં ત્રીજી લહેરની આશંકા છે છતા લોકો આજે પણ માસ્ક પહેરવુ, સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આળસ બતાવી રહ્યા છે. આ વચ્ચે આજે પણ કોરોનાનાં કેસ છેલ્લા કલાકમાં 40 હજારથી વધારે નોંધાયા છે.

આ પણ વાંચો – સંબોધન / પીએમ મોદી NEP ના એક વર્ષ પછી દેશને સંબોધન કરશે, શિક્ષણને લગતા ઘણા કાર્યક્રમો શરૂ કરશે

ગુરુવાર (29 જુલાઈ) નાં રોજ ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં ફરી વધારો જોવા મળ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં ડેટા મુજબ, ગુરુવારે છેલ્લા 24 કલાકમાં 43,509 નવા કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. 43,509 નવા કેસ આવ્યા પછી, કોવિડ-19 નાં સક્રિય કેસની સંખ્યા ફરી 4 લાખને વટાવી ગઈ છે. હાલમાં, દેશમાં સક્રિય કેસોની સંખ્યા 4,03,840 છે. દેશમાં હજી સુધી કોરોનાને કારણે થયેલા મોતની સંખ્યા પણ 4.20 લાખથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં, 38,465 લોકો કોરોનાથી રિકવર થયા છે.

આ પણ વાંચો – આસામ સરકારનો મહત્વનો નિર્ણય / ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને સરકારી નોકરી મળી શકશે

આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસ રિકવર દર વધીને 97.38 ટકા થઈ ગઈ છે. ભારતમાં, 28 જુલાઈનાં રોજ છેલ્લા 24 કલાકમાં 17,28,795 કોરોના સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વળી, જુલાઈ 28 સુધી, દેશભરમાં કોવિડ-19 માટે કુલ 46,26,29,773 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. વળી, દેશમાં કોરોના રસીકરણનો આંકડો 45 કરોડને વટાવી ગયો છે. 28 જુલાઈનાં રોજ સાંજે 7 વાગ્યા સુધી દેશનાં લગભગ 40 લાખ લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો – OMG! / વર-કન્યા ફેરા ફરી રહ્યા હતા ત્યારે, કેમેરામેન એવી રીતે ફોટોગ્રાફી કરતો હતો કે , વીડિયો જોઇને હસવું રોકી નહિ શકો

ભારતમાં કોરોના વાયરસનાં 50 ટકા કેસ ફક્ત કેરળથી જ સામે આવી રહ્યા છે. કેરળમાં 28 જુલાઈનાં રોજ છેલ્લા 24 કલાકમાં 22,056 નવા કેસ નોંધાયા છે. વળી 131 લોકોનાં મોત થયાં છે. કેરળમાં સક્રિય કેસની સંખ્યા 1,49,534 છે. કેરળમાં કોરોનાવાયરસનાં વધતા જતા કેસોને જોતા 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે. કેરળ સરકાર દ્વારા આ વિશેની સત્તાવાર માહિતી આપવામાં આવી છે.