Not Set/ સુરતથી નકલી આઇટી અધિકારી ઝડપાયા

સુરત ના કોસાડ વિસ્તારમાં સ્પેશિયલ 26 ફિલ્મ ની જેમ નકલી ઇનકમટેક્ષ અધિકારી બની ને લોકો પાસે પૈસા પડાવવાની કોશીશ કરી રહેલી બે મહિલા સહિત પાંચ ને પોલિસે ઝડપી પડ્યા હતા. સુરત ના અમરોલી પોલીસ મથક માં ઉભેલા આ શકશો હિન્દી ફિલ્મ સ્પેસયલ 26 ની જેમ નકલી ઇનકમટેક્ષ અધિકારી બની ને શહેર ના અમરોલી અને કોસાડ […]

Uncategorized
સુરત ના કોસાડ વિસ્તારમાં સ્પેશિયલ 26 ફિલ્મ ની જેમ નકલી ઇનકમટેક્ષ અધિકારી બની ને લોકો પાસે પૈસા પડાવવાની કોશીશ કરી રહેલી બે મહિલા સહિત પાંચ ને પોલિસે ઝડપી પડ્યા હતા.
સુરત ના અમરોલી પોલીસ મથક માં ઉભેલા આ શકશો હિન્દી ફિલ્મ સ્પેસયલ 26 ની જેમ નકલી ઇનકમટેક્ષ અધિકારી બની ને શહેર ના અમરોલી અને કોસાડ ગામ વિસ્તાર માં લોકો પાસે પૈસા ઉઘરાવવાની કોશિશ કરતા હતા. બે મહિલાઓ અને ત્રણ પુરુષો કોસાડ ગામ માં ફરિયાદી ના ઘરે નકલી આઇટી અધિકારી બની ને રેડ કરવા ગયા હતા.
આરોપીઓ માં ફરિયાદી ના પિતરાઈ ભાઈ પણ ઘર કા ભેદી લંકા ધાયે જેવી સ્થિતિ હતી. ફરિયાદી ને શંકા જતા તેમને આઇટી અધિકારી બની ને આવેલા બે મહિલા અને ત્રણ પુરુષો ના આઈકાર્ડ માંગતા ભંડો ફૂટ્યો હતો. નકલી અધિકારી બન્યા હોવાથી તેમની પાસે આઈકાર્ડ નહીં હોવાથી ગામવાસીઓ એ તમામ આરોપીઓ ને પકડી મેથીપાક આપ્યો હતો અને તમામ ને પોલીસ ના હવાલે કરી દીધા હતા. ગીતાબેન ઠક્કર, શીતલ ધમેચની, પ્રેમ ઠક્કર, આશિષ અને કમલેશ નામના આરોપીઓ ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.