Not Set/ સેન્સર બોર્ડે કહ્યું, બેન નથી કરી ફિલ્મ ‘No fathers in Kashmir’

મુંબઇ, ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઓસ્કર માટે નામિત થયેલી ડાયરેક્ટર અશ્વિન કુમારની ફિલ્મ ‘No Father in Kashmir’ પર કોઈ પણ પ્રકારનું બેન લગવામાં આવ્યું  નથી, પહેલાં આલિયા ભટ્ટે તેની માતા સોની રાજદાનની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ પરથી બેન કાઢી નાખવાની માંગ સોશિયલ મીડિયા પર હતી. આલિયા […]

Uncategorized Entertainment
gqgq 6 સેન્સર બોર્ડે કહ્યું, બેન નથી કરી ફિલ્મ 'No fathers in Kashmir'

મુંબઇ,

ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઓસ્કર માટે નામિત થયેલી ડાયરેક્ટર અશ્વિન કુમારની ફિલ્મ ‘No Father in Kashmir’ પર કોઈ પણ પ્રકારનું બેન લગવામાં આવ્યું  નથી, પહેલાં આલિયા ભટ્ટે તેની માતા સોની રાજદાનની મુખ્ય ભૂમિકા વાળી ફિલ્મ પરથી બેન કાઢી નાખવાની માંગ સોશિયલ મીડિયા પર હતી.

આલિયા ભટ્ટે ટ્વિટર કરી કહ્યું, ‘મારી માતાની ફિલ્મ જે  કાશ્મીરના યુવાનોની પ્રેમની સ્ટોરી ‘નો ફાધર્સ ઇન કાશ્મીર’ને લઈને ઉત્સાહિત છું. આશા છે કે સીબીએફસી આના પરથી બેન હટાવી દેશે. આ ફિલ્મ સહાનુભૂતિ અને દયા દર્શાવે છે … આવો પ્રેમ એક તક આપીએ.’

જોકે સેન્સર બોર્ડના રીજનલ ઑફિસર તુષાર કર્માકરે મુંબઈમાં જણાવ્યું છે કે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાના ન્યુઝ સંપૂર્ણ રીતે અફવા છે. તેમણે કહ્યું, ‘નો ફાધર્સ ઇન કાશ્મીર’ વિશે ખોટા સમાચાર ફેલાવામાં આવી રહ્યા છે. CBFC એ આ ફિલ્મ પર કોઈ પ્રકારનું બેન લગાવ્યું નથી. જવાબદાર લોકો આના પર ધ્યાન આપો. ‘ તેમણે એમ પણ કહ્યું કે તેઓ આ ફિલ્મ માટે ‘અડલ્ટ’ સર્ટીફિકેટ ઓફર કર્યું છે અને આ વાત ફિલ્મમેકરને કહેવામાં આવી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ફિલ્મ પર બૅનના સમાચાર ફેલાવનાર સીબીએફસી ઉપર ખોટી રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, ‘નો ફાધર્સ ઇન કાશ્મીર’ કાશ્મીરના 16 વર્ષના યુવાઓની સ્ટોરી છે જે તેમના ખોવાયેલા પિતાને શોધી રહ્યા છે. આ મુવીમાં સોની રાજદાન, અંશુમન ઝા અને કુલભૂષણ ખરબંદાએ મુખ્ય ભૂમિકા નિભાવી છે.