અમદાવાદ,
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો દ્રારા વધુમાં વધુ સીટો મેળવવા માટે અવનવા હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે જેમાં ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસ મોટું ગાબડું પાડવા માટે રણનીતિ તૈયાર કરી દીધી છે, જેના ભાગરૂપે કોંગ્રેસ ભરૂચથી અહેમદ પટેલ, ભાવનગરથી શકિતસિંહ ગોહિલ અને અમરેલીથી પરેશ ધાનાણીને લોકસભાના મેદાને ઉતારી શકે તેવી પૂરેપૂરી શકયતાઓ દેખાઇ રહી છે.