International Yog day/ યોગ હવે વૈશ્વિક આંદોલનઃ પીએમ મોદી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર (UNHC) આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે. આ અગાઉ પીએમ મોદીએ યોગ દિવસના અવસરે ન્યૂયોર્કથી ખાસ મેસેજ મોકલ્યો અને આ સંદેશામાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે.

Top Stories World
PM Modi on Opposition

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટર (UNHC) આયોજિત કાર્યક્રમમાં સામેલ થશે. International Yog Day આ અગાઉ પીએમ મોદીએ યોગ દિવસના અવસરે ન્યૂયોર્કથી ખાસ મેસેજ મોકલ્યો અને આ સંદેશામાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. આ સાથે પીએમ કહ્યું કે યોગ દિવસના અવસરે આજે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત થનારા યોગ કાર્યક્રમમાં તેઓ સામેલ થશે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વિડીયો કોન્ફરન્સિંગના International Yog Day માધ્યમથી પીએમ મોદીએ કહ્યું કે આજે સાંજે ભારતીય સમય મુજબ સાંજે 5.30 વાગે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં જે યોગ કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં સામેલ થઈશ. ભારતના આહવાન પર દુનિયાના 180થી વધુ દેશોનું એક સાથે આવવું એ ઐતિહાસિક છે. 2014માં જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો ત્યારે વિક્રમજનક દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે.

પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના International Yog Day અવસરે  કહ્યું કે આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને ઓશન રિંગ ઓફ યોગાએ વધુ વિશેષ બનાવ્યો છે. તેનો વિચાર, યોગના વિચાર અને સમુદ્રના વિસ્તારન પરસ્પર સંબંધ પર આધારિત છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા ઋષિઓએ યોગને વ્યાખ્યાયિત કરતા કહ્યું કે જે જોડે છે તે યોગ છે આથી International Yog Day યોગનો આ પ્રસાર તેના વિચારનો વિસ્તાર છે જે સંપૂર્ણ સંસારને એક પરિવાર સ્વરૂપે જોડે છે. યોગના વિસ્તારનો અર્થ છે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો વિસ્તાર. આથી આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં થઈ રહેલી જી20 સમિટની થીમ પણ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર રાખવામાં આવી છે. આજે દુનિયામાં કરોડો લોકો યોગા ફોર વસુધૈવ કુટુંબકમની થીમ પર એક સાથે યોગ કરી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ ENG Vs AUS/ એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું,કમિન્સ અને લિયોને 55 રનની ભાગીદારીએ અપાવી જીત

આ પણ વાંચોઃ પ્રહાર/ કર્ણાટકના CM સિદ્ધારમૈયાના ચોખા વિતરણ મામલે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર,કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ

આ પણ વાંચોઃ Railway/ રેલવે મુસાફરો માટે ખુશખબર,હવે 15 રૂપિયામાં મળશે ભોજન,જાણો વિગત

આ પણ વાંચોઃ ઘટાડો/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના, કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત

આ પણ વાંચોઃ PM Modi US Visit/ PM મોદી પહોંચ્યા ન્યૂયોર્ક, આવતીકાલે UNમાં કરશે યોગ, આ છે અમેરિકન પ્રવાસનું સંપૂર્ણ કાર્યક્રમ