Modi-Thinktank/ PM મોદીની શિક્ષણવિદો અને થિન્ક ટેન્ક ગ્રુપના સભ્યો સાથે મુલાકાત

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ મુલાકાતના પહેલા દિવસે ન્યૂયોર્કમાં શિક્ષાવિદ્દો અને થિન્ક ટેન્ક સમૂહના સભ્યો સાથે મુલાકાત કરી હતી.

World Trending
Modi Thinktank PM મોદીની શિક્ષણવિદો અને થિન્ક ટેન્ક ગ્રુપના સભ્યો સાથે મુલાકાત

અમેરિકાની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન Modi-Thinktank Meeting નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે. આ સાથે જ વિશ્વની બે મહાન લોકશાહીના વડાઓની મુલાકાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાતના પહેલા દિવસે ન્યૂયોર્કમાં શિક્ષણવિદ્દો અને થિન્ક ટેન્ક સમૂહના સભ્યો સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કર્યા બાદ Modi-Thinktank Meeting પોતાનો પ્રતિભાવ આપતાં પ્રોફેસર પોલ રોમરે કહ્યું હતું કે તે એક શાનદાર મુલાકાત હતી. અમે શહેરી વિકાસના મહત્વ વિશે વાત કરી હતી. તેઓ આ મુદ્દાઓને ખુબ જ સારી રીતે સમજે છે. વડાપ્રધાને ખુબ જ સારી રીતે સમજાવ્યું કે શહેરીકરણ કોઇ સમસ્યા નથી. આ એક અવસર છે. ભારત આધાર જેવી પહેલથી પ્રમાણીકરના મોર્ચે વિશ્વને રસ્તો ચીંધી શકે છે.

પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના અધ્યક્ષ નીલી Modi-Thinktank Meeting બેંદાપુડીએ ન્યુયોર્કમાં વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતને અવિશ્વસનીય ગણાવી હતી. વડાપ્રધાન સાથે બેસવું અને તેમના દ્રષ્ટિકોણને સમજવો કે બે મહાન લોકશાહી ભારત અને યુએસએ એક સાથે કેવી રીતે કામ કરી શકે છે, વાસ્તવમાં તે ખુબ જ પ્રેરણાદાયક છે.

વડાપ્રધાન મોદીને મળનારા યુએસ ખગોળશાસ્ત્રી, લેખક અને વિજ્ઞાન સંચારકાર નીલ ડી. ગ્રાસ ટાયસને કહ્યું કે તેમની સાથે સમય વીતાવીને હું ખુબ ખુશ છું. ભવિષ્ય માટે તેમના વિઝન વિશે જાણીને આનંદ થયો. મને ખાતરી છે કે ભારત જે હાંસલ કરી શકે છે તેની કોઈ મર્યાદા નથી. તેથી જ મને ભારતનું ખૂબ જ ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે.

ન્યૂયોર્કમાં પીએમ મોદીને મળનારા યુએસ Modi-Thinktank Meeting રોકાણકાર રે ડાલિયોએ કહ્યું કે ભારતની ક્ષમતા વિશાળ છે અને હવે તમારી પાસે એક સુધારક છે જેની પાસે પરિવર્તન લાવવાની ક્ષમતા અને લોકપ્રિયતા છે. ભારત અને પીએમ મોદી એવા સંક્રમણ બિંદુ પર છે જે ઘણી તકો ઉભી કરશે.

ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન Modi-Thinktank Meeting ગાયિકા ફાલ્ગુની શાહે ન્યૂયોર્કમાં પીએમ મોદીને મળ્યા પછી કહ્યું કે તેમને મળીને ખુબ જ સારુ લાગ્યું. તેમને આલ્બમ કવર અને ગીત ખૂબ જ પસંદ આવ્યું. તેમણે કહ્યું કે ગીતથી ઘણા લોકોને ફાયદો થશે.

 

આ પણ વાંચોઃ International Yog Day/ યોગ હવે વૈશ્વિક આંદોલનઃ પીએમ મોદી

આ પણ વાંચોઃ ENG Vs AUS/ એશિઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બે વિકેટથી હરાવ્યું,કમિન્સ અને લિયોને 55 રનની ભાગીદારીએ અપાવી જીત

આ પણ વાંચોઃ પ્રહાર/ કર્ણાટકના CM સિદ્ધારમૈયાના ચોખા વિતરણ મામલે કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર,કેન્દ્રીય મંત્રીએ આપ્યો આ જવાબ

આ પણ વાંચોઃ Railway/ રેલવે મુસાફરો માટે ખુશખબર,હવે 15 રૂપિયામાં મળશે ભોજન,જાણો વિગત

આ પણ વાંચોઃ ઘટાડો/ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના, કેન્દ્રીય મંત્રીએ આપ્યા સંકેત