OMG!/ ચેટ દરમિયાન મહિલાઓને ‘હાર્ટ’ ઇમોજી મોકલવું પડશે ભારે, થઇ શકે છે આટલા વર્ષની જેલ

હાર્ટ ઇમોજી મોકલવા હવે ગુનાની શ્રેણીમાં આવી શકે છે. આ માટે તમારે જેલની હવા પણ ખાવી પડી શકે છે. દંડની જોગવાઈ પણ છે. જાણો કયા બે દેશોમાં ‘હાર્ટ’ ઇમોજી મોકલવા પર પ્રતિબંધ છે.

World Trending
Untitled 33 ચેટ દરમિયાન મહિલાઓને 'હાર્ટ' ઇમોજી મોકલવું પડશે ભારે, થઇ શકે છે આટલા વર્ષની જેલ

સોશિયલ મીડિયાના યુગમાં, આજે મોટાભાગની વાતો ફક્ત ચેટ પર જ કરી શકાય છે. મોબાઈલ ફોનમાં આપેલા ઘણા ઈમોજી તમારી લાગણીઓ વ્યક્ત કરે છે. કેટલાક લોકો સ્મિત કરવા, દુઃખી થવા, પ્રેમ વ્યક્ત કરવા માટે ઇમોજી અથવા આવા સંકેતોનો ઉપયોગ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે મહિલાઓ સાથે ચેટ કરતી વખતે ‘હાર્ટ’ ઇમોજી મોકલે છે. પરંતુ હાર્ટ ઇમોજી મોકલવા હવે ગુનાની શ્રેણીમાં આવી શકે છે. આ માટે તમારે જેલની હવા પણ ખાવી પડી શકે છે. દંડની જોગવાઈ પણ છે.

જો તમે ગલ્ફના બે ઈસ્લામિક દેશોના પ્રવાસ પર છો અને કોઈ મહિલા સાથે ચેટ કરતી વખતે ‘હાર્ટ’ ઈમોજી મોકલો છો, તો આવું કરવું તમારા માટે મોંઘુ સાબિત થઈ શકે છે. આ બે મુસ્લિમ દેશો કુવૈત અને સાઉદી અરેબિયા છે. અહીં કોઈ મહિલાને ‘હાર્ટ’ ઈમોજી મોકલવાથી બે વર્ષની જેલ થઈ શકે છે.

હાર્ટ ઇમોજી મોકલવાને હેરાનગતિ ગણવામાં આવશે

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા વોટ્સએપ પર મહિલા કે યુવતીને ‘હાર્ટ’ ઈમોજી મોકલવી એ અપરાધની શ્રેણીમાં આવશે. આ ઇમોજીનું અર્થઘટન ‘બદનક્ષી’ માટે ઉશ્કેરણી તરીકે કરવામાં આવશે. સાઉદી સાયબર ક્રાઈમના નિષ્ણાતોએ કહ્યું છે કે વોટ્સએપ પર કોઈપણ યુવતી કે મહિલાને હાર્ટ ઈમોજી મોકલવાને હેરાનગતિ ગણવામાં આવશે. જો કોઈ મહિલા તેના પર કેસ દાખલ કરે છે તો સજામાં જેલ અને દંડની જોગવાઈ છે.

સજાની જોગવાઈ શું છે?

કુવૈતીના વકીલ હયા અલ સાલાહીએ કહ્યું છે કે જે લોકો આ કાયદાનો ભંગ કરશે અને દોષિત ઠરશે તેમને બે વર્ષની જેલની સજા ભોગવવી પડશે. એટલું જ નહીં, તેણે 2,000 કુવૈતી દિનારનો દંડ પણ ભરવો પડશે, જેની ભારતીય રૂપિયામાં કિંમત 5.38 લાખ રૂપિયા છે.

સાઉદી અરેબિયામાં આટલા વર્ષો સુધી જેલમાં રહેશે

તેવી જ રીતે, સાઉદી અરેબિયામાં, જો કોઈ વ્યક્તિ ચેટિંગ દરમિયાન હાર્ટ ઇમોજી મોકલતા પકડાય છે, તો તેને બેથી પાંચ વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય દોષિત વ્યક્તિને 1 લાખ સાઉદી રિયાલ એટલે કે 22 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે છે. સાઉદી અરેબિયામાં જો કોઈ વ્યક્તિ વારંવાર આ ગુનો કરે છે તો તેની સજા પાંચ વર્ષની થઈ શકે છે જ્યારે દંડ 66 લાખ રૂપિયા સુધી વધી શકે છે. જોકે, આ નિયમો ભારત કે અન્ય કોઈ દેશમાં નથી, માત્ર કુવૈત અને સાઉદી અરેબિયામાં છે.

આ પણ વાંચો:પાકિસ્તાનમાં સંસદ ભંગ થશે, ચૂંટણીનો રસ્તો સાફ, કાર્યકારી પીએમ પર ટૂંક સમયમાં નિર્ણય

આ પણ વાંચો:મેક્સિકોમાં બસ ખાડામાં પડતા 17ના મોત, 6 ભારતીયો પણ હતા બસમાં

આ પણ વાંચો:ગુજરાતની દીકરી અરિહાનાને જર્મનીથી પરત લાવવા ભારત સરકારનું કડક વલણ,જર્મન રાજદૂતને સમન્સ પાઠવ્યું

આ પણ વાંચો:જામનગર જિલ્લાના જોડીયા શહેરમાં નવીન બસ સ્ટેશનના નિર્માણ માટે જમીન શોધવાની કવાયત હાથ ધરાઈ