ઘરેલુ હિંસા/ પાકિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચાર, ઘરેલું હિંસામાં વધારો

પાકિસ્તાનમાં ઘરેલું હિંસાના મામલા વધી રહ્યા છે

World
omen પાકિસ્તાનમાં મહિલાઓ પર અત્યાચાર, ઘરેલું હિંસામાં વધારો

પાકિસ્તાનમાં કોરોના મહામારીના લીધે લગાવેલા લોકડાઉનમાં મહિલાઓ પર અત્યાચાર વધ્યા છે.ઘરેલું હિંસામાં વધારો થયો છે. પાકિસ્તાનના સતત સામાજિક વિકાસ સંગઠને જણાવ્યું હતું કે દેશમાં મહિલાઓ સામે ઘરેલું હિંસાના મામલા વધી રહ્યા છે,સરકારે મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે કાયદો બનાવવો જોેઇએ.

પાકિસ્તાનના ન્યુઝ પેપર ધ નેશનના અનુસાર અમરાન સરકારે એપ્રિલમાં રાષ્ટ્રવ્યાપી આંશિક લોકડાઉન લગાવ્યો હતો તે જૂન સુધી હતો તે સમયગાળામાં ઘરેલું હિંસામાં નોંધપાત્ર વધારો થયો હતો. રિપોર્ટના અનુસાર 2020ના છેલ્લા મહિનામાં ઘરેલું હિંસાના 1422 કેસો નોંધાયા હતા જયારે મહિલાઓ સામે હિંસાના બનાવો 9401 કેસો નોંધાયા હતી.આ આંકડા મીડિયા રિપોર્ટ અને સરકારી રેકોર્ડના આધારે આપવામાં આવ્યા છે. એસએસજીઓના કાર્યકારી નિર્દેશક સૈયદ કૈાસર અબ્બાસે કહ્યું હતું કે દેશમાં મહિલાઓ અને બાળકો ની સુરક્ષા માટે કાયદો બનાવવાની જરૂરી છે.