Afghanistan/ મહિલાઓ સામે તાલિબાનનો બીજો હુકમ, બ્યુટી સલુન્સ પર પ્રતિબંધ

તાલિબાને મહિલાઓના બ્યુટી સલૂન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે અફઘાન મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને સ્વતંત્રતાઓ પર આ એક નવો પ્રતિબંધ છે. આ પહેલા જાહેર સ્થળોએ મહિલાઓને ભણવા અને મોટાભાગની નોકરીઓ પર પ્રતિબંધ લગાવવાના આદેશો જારી કરવામાં આવ્યા છે. તાલિબાને મહિલાઓના બ્યુટી સલૂન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તાએ […]

World
other taliban ban women beauty salons in afghanistan 1 મહિલાઓ સામે તાલિબાનનો બીજો હુકમ, બ્યુટી સલુન્સ પર પ્રતિબંધ

તાલિબાને મહિલાઓના બ્યુટી સલૂન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે અફઘાન મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને સ્વતંત્રતાઓ પર આ એક નવો પ્રતિબંધ છે. આ પહેલા જાહેર સ્થળોએ મહિલાઓને ભણવા અને મોટાભાગની નોકરીઓ પર પ્રતિબંધ લગાવવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.

તાલિબાને મહિલાઓના બ્યુટી સલૂન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. તાલિબાનના પ્રવક્તાએ મંગળવારે કહ્યું કે અફઘાન મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને સ્વતંત્રતાઓ પર આ એક નવો પ્રતિબંધ છે.

આ પહેલા મહિલાઓને શિક્ષણ, સાર્વજનિક સ્થળો અને મોટા ભાગના રોજગાર પર પ્રતિબંધ લગાવવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.

બ્યુટી સલૂન પર પ્રતિબંધ લાદ્યો
તાલિબાન શાસિત સરકારના પ્રવક્તા મોહમ્મદ સિદીક અકીફ મહઝારે પ્રતિબંધની વધુ વિગતો આપી નથી. તેણે આ પ્રતિબંધ અંગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક પત્રની સત્યતા જ જણાવી હતી, જેમાં સ્પષ્ટ થયું હતું કે બ્યુટી સલૂન પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

તાલિબાને ફરમાન બહાર પાડ્યું
જણાવી દઈએ કે પત્રમાં મંત્રાલય દ્વારા 24 જૂને જારી કરાયેલા આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુન્દઝાદાનો આદેશ છે કે રાજધાની કાબુલ સહિત તમામ પ્રાંતોમાં મહિલાઓ માટેના બ્યુટી સલૂન બંધ કરવા માટે એક મહિનાની નોટિસ આપવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે પત્રમાં વધુ માહિતી આપવામાં આવી નથી અને પ્રતિબંધનું કારણ પણ પત્રમાં જણાવવામાં આવ્યું નથી. થોડા દિવસો પહેલા, તાલિબાને કહ્યું હતું કે તેમની સરકારે અફઘાનિસ્તાનમાં મહિલાઓના જીવનની સુધારણા માટે જરૂરી પગલાં લીધાં છે, પરંતુ આ આદેશે તેમને ખુલ્લા પાડ્યા છે.

તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના આગમન બાદ મહિલાઓ પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સારા વરસાદના પગલે કૃષિ વાવેતરમાં દસ લાખ હેક્ટરનો વધારો

આ પણ વાંચો: સરકારી વાહન બન્યા યમદૂત એએમટીએસે વૃદ્ધને કચડ્યા, બસચાલક ફરાર

આ પણ વાંચો:  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગ , ગુજરાતમાં ત્રણ નદીઓ પર એક મહિનામાં બન્યા પુલ