Farming rise/ સારા વરસાદના પગલે કૃષિ વાવેતરમાં દસ લાખ હેક્ટરનો વધારો

સારા વરસાદના પગલે ગુજરાતમાં કૃષિ વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વખતે ત્રીજી જુલાઈ સુધીમાં વાવેતરમાં ગયા વખતની સરખામણીએ દસ લાખ હેક્ટરનો વધારો થયો છે. ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે.

Top Stories Gujarat
Cultivation rise સારા વરસાદના પગલે કૃષિ વાવેતરમાં દસ લાખ હેક્ટરનો વધારો

સારા વરસાદના પગલે ગુજરાતમાં કૃષિ વાવેતરમાં Farming rise નોંધપાત્ર વધારો થયો છે. આ વખતે ત્રીજી જુલાઈ સુધીમાં વાવેતરમાં ગયા વખતની સરખામણીએ દસ લાખ હેક્ટરનો વધારો થયો છે. ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન સાથે જ સાર્વત્રિક વરસાદ થતા રાજ્યના ખેડૂતો ખુશ-ખુશાલ થયા છે.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત Farming rise ગુજરાતભરમાં ગત અઠવાડિયા દરમિયાન વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર શરુ કરી દીધું છે. રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી નીવડશે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 40.46 લાખ હેક્ટર જમીનમાં Farming  rise ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 30.20 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. છેલ્લા ૩ વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85.97 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યારસુધીમાં 47.07 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કપાસના ઉત્પાદનમાં ગુજરાત Farming rise  દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ કુલ 20.25 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન કપાસનું 15.26 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેની સામે આ વર્ષે કપાસના વાવેતરમાં આશરે 5 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે.

કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં Farming rise આવ્યું છે. ગુજરાતમાં અત્યારસુધીમાં કુલ 15.11 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 11.02 લાખ હેક્ટર હતું. આ વર્ષે તેલીબિયા પાકના વાવેતરમાં આશરે 4 લાખ હેક્ટર જેટલો વધારો થયો છે. રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન 10.14 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. જેની સામે આ વર્ષે વાવેતરમાં આશરે ૩ લાખ હેકટરના વધારા સાથે અત્યારસુધીમાં કુલ 13.28 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.

 

આ પણ વાંચોઃ Sainik School/ મહેસાણામાં સૈનિક સ્કૂલનું ઉદઘાટન કરતા અમિત શાહ

આ પણ વાંચોઃ SCO Summit 2023/  ચીન અને પાકિસ્તાન બંને સાથે સંબંધો સારા નથી, SCO સમિટને લઈને ભારતની શું છે યોજના

આ પણ વાંચોઃ AMTS-Accident/ સરકારી વાહન બન્યા યમદૂત એએમટીએસે વૃદ્ધને કચડ્યા, બસચાલક ફરાર

આ પણ વાંચોઃ Mumbai-Ahmedabad Bullet Train Project/  મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગ , ગુજરાતમાં ત્રણ નદીઓ પર એક મહિનામાં બન્યા પુલ 

આ પણ વાંચોઃ Child Death/ પાટણમાં હસતારમતા બાળકને મળ્યું મોત