Russia-Ukraine war/ BLACK SEAમાં જહાજ સુરંગ સાથે અથડાયા બાદ ડૂબી ગયું,4 ક્રૂ મેમ્બર લાપતા

ગુરુવારે એક માલવાહક જહાજ ડૂબી ગયું હતું. મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ જહાજના ક્રૂના ચાર સભ્યો લાપતા છે.

Top Stories World
1 4 BLACK SEAમાં જહાજ સુરંગ સાથે અથડાયા બાદ ડૂબી ગયું,4 ક્રૂ મેમ્બર લાપતા

યુક્રેનિયન શહેર ઓડેસા નજીક બ્લેક સમુદ્રમાં ગુરુવારે એક માલવાહક જહાજ ડૂબી ગયું હતું. મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ જહાજના ક્રૂના ચાર સભ્યો લાપતા છે. આ પૈકીના બે ક્રૂ મેમ્બર લાઈફ બોટ પર હતા. હજુ સુધી આ ચારેયનો કોઈ પત્તો મળ્યો નથી.

મળતી માહિતી મુજબ એસ્ટોનિયન કાર્ગો જહાજ ડૂબવાનું કારણ લેન્ડમાઈન વિસ્ફોટ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જહાજના મેનેજરે જણાવ્યું હતું કે એસ્ટોનિયન માલિકીનું કાર્ગો જહાજ હેલ્ટ ગુરુવારે ઓડેસાના યુક્રેનિયન બંદર પર વિસ્ફોટ પછી ડૂબી ગયું હતું.

વિસ્ટા શિપિંગ એજન્સીના મેનેજિંગ ડિરેક્ટર ઇગોર ઇલ્વેસે રોઇટર્સને જણાવ્યું હતું કે ક્રૂમાંથી બે સમુદ્રમાં લાઇફબોટ પર હતા, જ્યારે અન્ય ચારને શોધી શકાયા નથી. આ અંગે કોઈ માહિતી મળી નથી.