ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા બેઠક માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરથી ચક્રવાત બિપોરજોયની અસર પર નજર રાખી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્રથી લઈને રાજ્ય સરકારો સુધી દરેક વ્યક્તિ ચક્રવાત પર ચાંપતી નજર રાખી રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાને લગતી તૈયારીઓ વિશે અધિકારીઓ સાથે બેઠક યોજી.
https://twitter.com/ANI/status/1669201649049673728?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1669201649049673728%7Ctwgr%5Ef59d86b8163a0c58de2045e56a740e556066495f%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2F648a729477907e2101e78394
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના લોકો માટે કેટલીક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે જેની મદદથી તેઓ આવા તોફાનના સમયે પણ સુરક્ષિત રહી શકશે.
આજે સાંજે ખૂંખાર વાવાઝોડું ગુજરાતને ટકરાશે. ખૂંખાર વાવાઝોડાએ ગુજરાતની ચિંતા વધારી દીધી છે. વાવાઝોડું કચ્છના જખૌ કાંઠે સાંજે 4થી 8 વચ્ચે ટકરાશે. અત્યંત ગંભીર ચક્રવાત બનીને કાંઠા પર ટકરાશે. હાલ વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી જ દૂર છે. દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી દૂર, પોરબંદરથી 290 કિમી દૂર છે.
બિપરજોય પર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, લક્ષદ્વીપ, કેરળ, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને પશ્ચિમ રાજસ્થાન સહિત 9 રાજ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અહીં ઘણા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને હવે વરસાદ થઈ રહ્યો છે.
આ પણ વાંચો:જો તમે ચક્રવાતના ડેન્જર ઝોનમાં ફસાયેલા છો તો જાણો શું કરવું,શું ન કરવું
આ પણ વાંચો:કેમ આટલું ખતરનાક છે ચક્રવાત બિપરજોય, જાણો 5 મોટા કારણો
આ પણ વાંચો:ચક્રવાત બિપરજોયને લઈને ગુજરાત સરકાર એલર્ટ, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાણો શું કહ્યું…
આ પણ વાંચો:સ્નેચિંગ કરાયેલા 120 મોબાઇલ સાથે સુરતની ઉમરા પોલીસે 3 આરોપીને પકડ્યા અને 38 ગુનાઓનો ભેદ ઉકેલ્યો