Ahemdabad/ ઓનલાઈન પીઝા મંગાવનારા લોકો માટે આવ્યો ચેતવણીરૂપ કિસ્સો,જાણી લો, નહીતર..

અમદાવાદના ચાંદખેડામાં પીઝાની ડિલિવરી કરવા ગયેલા ડોમિનોઝના ડિલિવરી બોયે લિફ્ટની અંદર જ લઘુશંકા કરી હતી. એટલુ જ નહીં આવા ગંદા હાથથી જ તેમણે પીઝાની ડિલિવરી પણ કરી હતી.

Ahmedabad Gujarat
a 154 ઓનલાઈન પીઝા મંગાવનારા લોકો માટે આવ્યો ચેતવણીરૂપ કિસ્સો,જાણી લો, નહીતર..

આજના આ ઝડપી યુગમાં લોકોને ફરવાની સાથે હવે બહારનું જમવાના પણ શોખીન બની ગયા છે અને હવે લોકો જમવાનું ઘરે બનાવવાની જગ્યાએ ઓનલાઈન ઓર્ડર આપવામાં વધુ રૂચી ધરાવે છે, પરંતુ આ વચ્ચે ઓનલાઈન ફૂડ મંગાવાને લઈ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે અને હવે ડિલિવરીથી મંગાવેલા પીઝા ખાતા પહેલા ૧૦૦ વખત વિચારવુ પડશે.

હકીકતમાં, અમદાવાદના ચાંદખેડામાં પીઝાની ડિલિવરી કરવા ગયેલા ડોમિનોઝના ડિલિવરી બોયે લિફ્ટની અંદર જ લઘુશંકા કરી હતી. એટલુ જ નહીં આવા ગંદા હાથથી જ તેમણે પીઝાની ડિલિવરી પણ કરી હતી. ત્યારબાદ આ ઘટનાના આ તમામ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા., ત્યારે હવે લોકો આ વીડિયો જોઇને સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકો ડોમિનોઝના સંચાલકો પર ફિટકાર વરસાવી રહ્યાં છે.

આ કિસ્સા અંગે મળેલી જાણકરી મુજબ, રવિવારે ચાંદખેડાના વૃંદાવન પર્લમા રહેતા એક પરિવારે ડોમિનોઝમાંથી ઓનલાઈન પીઝાનો ઓર્ડર આપ્યો હતો. આ દરમિયાન યુવાનના હાથમા પીઝાની થેલી હોવાછત્તા તેમણે લિફ્ટમાં જ લઘુશંકા કરી હતી. ત્યારબાદ હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતા લોકોમાં જબરજસ્ત આક્રોશ દેખાઈ રહ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો