સુરત/ ખેડાની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં 2155 નશાકારક સીરપ જપ્ત કરાઇ

આયુર્વેદિકના નામ હેઠળ નશાકારક સીરપનું વેચાણ કરતા 8 પાનના ગલ્લા પર સુરત પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે અને 2155 બોટલો કે જેની કિંમત 2,82,000 કરતાં વધુ થાય છે.

Top Stories Gujarat Surat
નશાકારક સીરપ
  • નશાકારક સીરપ: સુરત SOG અને PCBનું સંયુક્ત ઓપરેશન
  • ઓપરેશન દરમિયાન મોટા પાયે ઝડપાયો સીરપનો જથ્થો
  • સુરત પોલીસે શ્રી રામ એજન્સી નામની પેઢીમાં પાડયા દરોડા
  • કલ્પેશ નામનો શખ્સ ધરાવે છે સુરતમાં ડિસ્ટ્રીબ્યુટર શિપ

@અમિત રૂપાપરા 

Surat News: આયુર્વેદિકના નામ હેઠળ નશાકારક સીરપનું વેચાણ કરતા 8 પાનના ગલ્લા પર સુરત પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે અને 2155 બોટલો કે જેની કિંમત 2,82,000 કરતાં વધુ થાય છે. તેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ડીસ્ટ્રીબ્યુટર સામે જાણવાજોગ દાખલ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ખેડામાં નશા કારક સીરપના કારણે 6 કરતાં વધારે લોકોના મોતના મામલે હવે સુરત શહેર પોલીસ પણ જાગી છે અને સુરત શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર આયુર્વેદિકના નામ હેઠળ નશાકારક સીરપનું વેચાણ જ્યાં થતું હોય ત્યાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેર SOG અને PCB દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને સુરતના ગોડાદરા, વરાછા, કાપોદ્રા તેમજ અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા અલગ અલગ પાનના ગલ્લાઓ પર તપાસ કરી આ ગલ્લામાંથી આયુર્વેદિકના નામે વેચાતી નશાકારક સીરપનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Untitled ખેડાની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં 2155 નશાકારક સીરપ જપ્ત કરાઇ

SOG અને PCBની સંયુક્ત ટીમો દ્વારા પાનના ગલ્લાઓ પરથી 2155 જેટલી નશાકારક સીરપ જપ્ત કરવામાં આવી છે. આ મુદ્દામાલની કિંમત 2,82, 330 રૂપિયા થવા પામે છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પાનના ગલ્લા તથા ડીસ્ટ્રીબ્યુટર્સ પાસેથી મળી આવેલી બોટલોમાં રહેલા લિક્વિડના સેમ્પલોને FSLમાં મોકલવામાં આવ્યા છે. તો ડીટીબ્યુટર દ્વારા પોલીસને એવી પણ માહિતી આપવામાં આવી હતી કે આ બોટલો સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક નશાકારક સીરપ છે. જેને લોકો આયુર્વેદિક બિયરના નામથી પણ ઓળખે છે અને આયુર્વેદિક સીરપના નામે આ બોટલોનું કસ્ટમરને દુકાનો પરથી છૂટક વેચાણ થતું હતું.

પોલીસને દુકાનોમાંથી ત્રણ અલગ અલગ કંપનીની આ નશાકારક સીરપ મળી આવી હતી. જોકે બોટલ પર સીરપમાં 11 ટકા આલ્કોહોલનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે પરંતુ શંકાના આધારે પોલીસ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જે સીરપના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે તેના રિપોર્ટમાં જો આલ્કોહોલનું પ્રમાણ વધારે જણાશે તો જવાબદાર લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 ખેડાની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં 2155 નશાકારક સીરપ જપ્ત કરાઇ


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ