Not Set/ મુંબઈની ESIC હોસ્પિટલમાં ભીષણ આગ, બેનાં મોત, ૧૦૮ વ્યક્તિ દાઝી

મુંબઈ: મુંબઈના અંધેરી વિસ્તારમાં સોમવારે સાંજે ESIC કામદાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ આગ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જયારે ૧૦૮ થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગઈ છે. આ આગની ઘટનામાં દાઝેલાઓ પૈકીના સાત જણાંને ટ્રોમા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક ગણાવાય […]

Top Stories India Trending
A Fire broke out in Mumbai's ESIC kamgar Hospital, two died, 108 people were injured

મુંબઈ: મુંબઈના અંધેરી વિસ્તારમાં સોમવારે સાંજે ESIC કામદાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આ આગ અંગે પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જયારે ૧૦૮ થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગઈ છે.

આ આગની ઘટનામાં દાઝેલાઓ પૈકીના સાત જણાંને ટ્રોમા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત નાજુક ગણાવાય રહી છે. જયારે 30 વ્યક્તિઓને સેવન હિલ્સ હોસ્પિટલમાં અને ૪૦ વ્યક્તિને હોલી સ્પિરિટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કૂપર હોસ્પિટલમાં ૧૫ વ્યક્તિને જયારે જોગેશ્વરીમાં આવેલી પી. ઠાકરે હોસ્પિટલમાં ૨૩ વ્યક્તિને દાખલ કરવામાં આવ્યા છે.

આ ESIC કામદાર હોસ્પિટલમાં આગ ક્યા કારણોસર લાગી છે, તે અંગેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ આગ લાગતાની સાથે હોસ્પિટલમાં રહેલા તમામને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.

આ આગને કાબુમાં લેવા માટે ૧૦થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહી છે.