- ભાજપે માંજલપુર બેઠક પર ઉમેદવાર કર્યા જાહેર
- માંજલપુર બેઠક પર યોગેશ પટેલને જાહેર કર્યા
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે ફોન કરી જાણ કરી
- અમદાવાદી પોળ ખાતે ઉત્સાહનો માહોલ
- કાર્યકરો શુભેચ્છકોનો જમાવડો
- બીજેપીએ સતત 8મી વખત ટિકિટ આપી
- આજે યોગેશ પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે
Candidate announced:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હાલ રાજકીય પાર્ટીઓ બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. ભાજપે માંજલપુર બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરી છે. આ બેઠક પરથી સતત 8મી વાર યોગેશ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.આ બેઠક પર ઘણા દાવેદારો હતા જેના લીધે ભાજપ હાઇ કમાન્ડે આ બેઠક હોલ્ડ પર રાખી હતી પરતું હવે આ બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. સતત 8મી વાર યોગેશ પટેલને ટિકિટ ફાળવામાં આવી છે. તેમને ફોન કરીને આની જાણ કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ફોન કરીને યોગેશ પટેલને ટિકિટ અંગેની જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભાજપ હાલ સત્તા મેળવવા માટે તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે, જીતે એવા ઉમેદવારો પર પસંદગી ઉતારવમાં આવી છે. રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે.
