પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૧૩૬૦ કરોડ રૂપિયા મહાઘોટાડા બાદ તપાસ એજન્સીઓ દ્વારા ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ મહાઘોટાડામાં સામેલ એવા મૂળ સૂત્રધાર નીરવ મોદી અને મેહુલ ચોકસી આ સ્કેમ બાદ કોઈ અતોપતો હાથ જડ્યો નથી. કેટલીક રાજનીતિક પાર્ટીઓ એક બીજા ઉપર દોષનો ટોપલો ઠાલવી રહી છે.
આ બધા વચ્ચે નિરવ મોદીના વકીલ વિજય અગ્રવાલએ કહ્યું છે કે જાંચ એજન્સીઓ કઈ પણ અદાલતમાં કઈ પણ સાબિત નહિ કરી શકે. અગ્રવાલે કહ્યું કે 2જી ગોટાળો અને બોફોર્સ મામલાની જેમ જ આ કેસ બંધ થઈ જશે. નિરવ મોદીના વકીલે કહ્યું કે, મીડીયાએ આ મામલાને ખુબ જ ચગાવ્યો છે પણ આ બધા આરોપો કોર્ટમાં સાબિત નહિ કરી શકે.
Like 2G Scam & Bofors matter this case will also collapse. Agencies are making noises in the media but they will not be able to prove the charges in a court of law. I am sure #NiravModi will not be found guilty: Vijay Aggarwal, Nirav Modi's lawyer to ANI (file pic) #PNBFraudCase pic.twitter.com/IHGzhMMIXJ
— ANI (@ANI) February 20, 2018
બીજી બાજુ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) આ આરોપીઓને પકડવા માટે ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવી છે. દુનિયા ભરના તમામ એરપોર્ટ પર નોટીસ આપવામાં આવી છે જેથી જયારે પણ નીરવ મોદી કોઈ પણ જગ્યાએ જવાની કોશિશ કરે ત્યારે ભારતની તપાસ એજન્સીઓને માહિતી મળી શકે.
