Not Set/ કેમ ભારતે કેનેડાના પીએમ ટુડોને ભાવ ના આપ્યો? વાંચો આ ખાસ વાતો.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો ભારતના સાત દિવસના પ્રવાસ માટે આવ્યા છે. પણ તેમને જોતા લાગે છે કે એ સાવ એકલા એકલા પડી ગયા છે. કેનેડાના પ્રધાનમંત્રીને ભારત આવ્યાના હજુ બે જ દિવસ થયા છે પણ તેમની મહેમાનગતિને જેમ ભારત બીજા દેશો માટે કરે છે તેમ કેનેડાના પ્રધાનમંત્રી માટે નથી કરી રહ્યું. કેનેડાના PM જયારે ગુજરાત […]

Top Stories

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો ભારતના સાત દિવસના પ્રવાસ માટે આવ્યા છે. પણ તેમને જોતા લાગે છે કે એ સાવ એકલા એકલા પડી ગયા છે. કેનેડાના પ્રધાનમંત્રીને ભારત આવ્યાના હજુ બે જ દિવસ થયા છે પણ તેમની મહેમાનગતિને જેમ ભારત બીજા દેશો માટે કરે છે તેમ કેનેડાના પ્રધાનમંત્રી માટે નથી કરી રહ્યું.

કેનેડાના PM જયારે ગુજરાત આવ્યા ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાથે નહોતા આવ્યા. અને એટલે સુંધી કે PM મોદી તેમને એરપોર્ટ પર પણ નહોતા લેવા ગયા. એવું લાગી રહ્યું છે આ મુદ્દે કેનેડાનું મીડિયા ખુબ નારાજ થયું છે. તેમણે આ વાતને મુદ્દો બનાવી લીધો છે. સત્તાવાર સુત્રોનું કહેવું છે કે પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને જસ્ટીન ટુડોનું નેતૃત્વ એક રાજ્યમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કર્યું હતું જે જુનિયર સ્તરના મંત્રી છે.

જસ્ટિન ટુડો તાજમહેલને જોવા માટે રવિવારના દિવસે આગરા ગયા હતા પરંતુ ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની મહેમાનગતિ કરવા માટે નહોતા ગયા. જયારે કેનેડાના પ્રધાનમંત્રી સોમવારના દિવસે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે તેઓ સાવ એકલા ગુજરાતમાં ફરી રહ્યા હતા તેમની સાથે મોદી જોવા નહોતા મળ્યા. પરંતુ જયારે જાપાન, અમેરિકા, ચીન, ઇઝરાયેલના મોટા નેતાઓ ભારત આવ્યા ત્યારે નરેન્દ્ર મોદી તેમની સાથે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જયારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2016માં કેનેડા ગયા હતા ત્યારે ભારતના PMનું કેનેડાના કોઈ નેતા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે નહોતા આવ્યા. એક બીજું ખાસ કારણ એ પણ છે કે જસ્ટિન ટુડો કથિત રીતે ખાલિસ્તાનઓના સમર્થક કહેવાય છે. તેમણે શીખ અલગતાવાદી આંદોલનમાં સામેલ લોકોને પોતાની કેબિનેટમાં મંત્રી બનાવ્યા હતા તેના લીધે મામલો બહુ બગડી ગયો. જસ્ટિન ટુડોની કેબિનેટમાં હાલ ચાર શીખ મંત્રી છે. કેનેડાના પીએમ ખાલસા દે પરેડમાં પણ ગયા હતા પણ ભારત નહોતું ઈચ્છતું કે તેઓ આમાં જાય પરતું તેઓ ગયા હતા, જોકે પંજાબના સીએમ અમરિંદર સિંહએ ટ્વીટ કરીને કેનેડાના પીએમને મળવાની વાત કહી હતી.

ભારતના પીએમ મોદી જયારે પણ વિદેશના કોઈ નેતા ભારતમાં આવે તો ટ્વીટ કરીને જાણ કરતા પણ આ વખતે કેનેડાના પીએમનું ટ્વીટ કરીને પણ સ્વાગત નહોતું કર્યું.