વલસાડ,
વલસાડ જિલ્લાના ડુંગરી પાસે આવેલા રેલ્વે ફાટક પર કામ કરી રહેલા કામદારોનો વિડિયો વાયરલ થતાં લોકોમાં રેલ્વે વિભાગ પર સુરક્ષાના નામે અનેક સવાલો ઉભા કર્યા છે.
કોઇપણ જાતની સુરક્ષા વિના કામદારો કામ કરી રહેલા વિડિયોમાં નજરે ચઢે છે. સ્થાનિક વ્યકિત દ્રારા કામદારોનો વિડિયો વાયરલ કરી રેલ્વે વિભાગ સુરક્ષા બાબતે સજાગ થાય તે બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
જેના કારણે રેલ્વે વિભાગમાં કામદારોની સુરક્ષા બાબતે કેટલી બેદરકારી દાખવવામાં આવી રહી છે તે છતી થવા પામી છે.આ વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.