Not Set/ જામનગર: આર્મ્સ એકટના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર

ગેરકાયદે હથિયાર રાખીને પોતાના વિસ્તારમાં વર્ચસ્વ રાખવાનો અત્યારે જાણે ટ્રેન્ડ ચાલી રહ્યું હોય તેમ અસામાજીક તત્વો કાયદા અને પોલીસનો ખોફ રાખ્યા વિના બિન્દાસ્ત પણે તલવાર, છરી, બંદૂક રાખી રહ્યા છે. અને ભોળી ભાળી પ્રજાને ડરાવીને તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે. આવા ઇસમોની સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે . તાજેતરની જો વાત કરીએ […]

Gujarat
saja court જામનગર: આર્મ્સ એકટના ગુનામાં પકડાયેલા આરોપીના જામીન મંજૂર

ગેરકાયદે હથિયાર રાખીને પોતાના વિસ્તારમાં વર્ચસ્વ રાખવાનો અત્યારે જાણે ટ્રેન્ડ ચાલી રહ્યું હોય તેમ અસામાજીક તત્વો કાયદા અને પોલીસનો ખોફ રાખ્યા વિના બિન્દાસ્ત પણે તલવાર, છરી, બંદૂક રાખી રહ્યા છે. અને ભોળી ભાળી પ્રજાને ડરાવીને તેમને હેરાન પરેશાન કરી રહ્યા છે. આવા ઇસમોની સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે . તાજેતરની જો વાત કરીએ તો જામનગરમાંથી એક આરોપી ગેરકાયદેસર રીતે હથિયાર સાથે ઝડપ્યો હતો. જેણે કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે પુરાવાના અભાવને કારણે આરોપીના જામીન મંજૂર કર્યા હતા.

જામનગરના ગોમતીપુર વિસ્તારમાંથી એસઓજીએ એક શખ્સને દેશી પીસ્તોલ તથા કારતૂસ સાથે પકડી પાડયો હતો. આ શખ્સે જામીનમુકત થવા કરેલ અરજી અદાલતે ગ્રાહ્ય રાખી આરોપીને જામીન પર છોડવાનો હુકમ કર્યો છે. જામનગરના સુભાષ બ્રીજ નીચે આવેલા ગોમતી૫ુર પાસેથી એસઓજીએ પૂર્વ બાતમીના આધારે રઈશ સલીમ કુરેશી નામના શખ્સને અટકાયતમાં લઈ તેની તલાસી લેતાંં આ શખ્સના કબ્જામાંથી દેશી બનાવટની પીસ્તોલ તથા કારતૂસ મળી આવ્યા હતા. આ શખ્સની સીટી બી ડીવીઝન પોલીસે ધરપકડ કર્યા પછી જેલહવાલે કર્યો હતો.

 

ઉપરોકત આરોપીએ જામીનમુકત થવા અદાલતમાં અરજી કરતાં અદાલતે આરોપી પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને જામીનમુકત કરવાનો હુકમ કર્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ. આર. ગોહિલ, રજનીકાંત નાખવા રોકાયા હતા.