ધર્મ/ 200 કરોડની સંપત્તિ દાનમાં આપીને આ ગુજરાતી પરિવારે લીધો સંન્યાસનો માર્ગ

સાબરકાંઠાં જિલ્લાના હિંમતનગરમાં રહેનારા બિઝનેસમેન ભાવેશભાઇ ભંડારી અને તેમની પત્નીએ સંન્યાય લેવાનો નિર્ણય લીધો છે. ભાવેશએ તેમની કરોડોની સંપત્તિ દાન કરી દીધી અને સાંસારિક મોહનો ત્યાગ કરીને સંન્યાસનો રસ્તો અપનાવ્યો છે

Gujarat Religious Trending
Cricket Tutorials YouTube Thumbnail 10 1 200 કરોડની સંપત્તિ દાનમાં આપીને આ ગુજરાતી પરિવારે લીધો સંન્યાસનો માર્ગ

સાબરકાંઠાં જિલ્લાના હિંમતનગરમાં રહેનારા બિઝનેસમેન ભાવેશભાઇ ભંડારી અને તેમની પત્નીએ સંન્યાય લેવાનો નિર્ણય લીધો છે. ભાવેશએ તેમની કરોડોની સંપત્તિ દાન કરી દીધી અને સાંસારિક મોહનો ત્યાગ કરીને સંન્યાસનો રસ્તો અપનાવ્યો છે. ભાવેશભાઇ ભંડારી સુખી કુટુંબમાં જન્મયા હતા. જૈન સમાજમાં તેમની મુલાકાત દીક્ષાર્થી અને ગુરૂજનો સાથે થતી હતી.

ભાવેશભાઇના 16 વર્ષના પૂત્ર અને 19 વર્ષની પૂત્રીએ બે વર્ષ પહેલા સ્વસ્થ જીવન જીવવા માટે દીક્ષા લેવાનું નક્કી કર્યુ હતુ. વર્ષ 2022માં પૂત્ર અને પૂત્રીએ દીક્ષા લીધા બાદ હવે ભાવેશભાઇ અને તેમના પત્નીએ પણ સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે.ભાવેશભાઇએ 200 કરોડથી વધુની સંપત્તિનું દાન કર્યુ છે. તેમણે અચાનક જ અમદાવાદમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનો વ્યવસાય છોડીને દીક્ષાર્થી બનવાનું નક્કી કર્યુ છે.

દિલીપ ગાંઘીએ જણાવ્યુ કે જૈન સમાજમાં દીક્ષાનું ઘણું મહત્વ છે. દીક્ષા લેનાર વ્યક્તિએ ભીખ માંગીને જીવન જીવવું પડે છે.અને એ.સી,પંખા, મોબાઇલ વગેરેનો પણ ત્યાગ કરવો પડે છે. આ સિવાય ખુલ્લા પગે મુસાફરી કરવી પડે છે.

ભાવેશભાઇ સાધુ બનતા હિમતનગરમાં ખૂબ ધામધુમથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન તેમણે પોતાની તમામ મિલકત દાનમાં આપી દીધી હતી. આ શોભાયાત્રા લગભગ ચાર કિલોમીટર લાંબી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BRS નેતા કે.કવિતાને CBI આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે, દિલ્હી દારુ કૌભાંડ કેસમાં કરાઈ હતી ધરપકડ

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી માટે પંચ પાસેથી કઈ કઈ મંજૂરી લેવી પડશે તે જાણો

આ પણ વાંચોઃઅમિત શાહ બુદ્ધિ વિહારમાં, CM યોગી કૈરાનામાં સભાને સંબોધશે