અમદાવાદ/ AMCના લારીઓ હટાવવાના આદેશનો વિરોધ, AIMIMના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન

AIIMS અને કોંગ્રેસ દ્વારા મનપાના ગેટ બહાર વિરોધ સાથે પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનના પગલે કચેરીના ગેટ બંધ કરવામાં આવ્યા  હતા. 

Ahmedabad Gujarat
manpa AMCના લારીઓ હટાવવાના આદેશનો વિરોધ, AIMIMના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન
  • અમદાવાદમાં નોનવેજની લારી હટાવવાનો મામલો
  • મનપા કચેરી મેયર ઓફિસ ખાતે મહત્વની બેઠક
  • AIIMS અને કોંગ્રેસ દ્વારા દેખાવોનું છે આયોજન
  • અમદાવાદમાં નોનવેજની લારી હટાવવાનો મામલો
  • AIMIMના કાર્યકરોએ નોંધાવ્યો વિરોધ
  • AMC કચેરીના ગેટ બહાર કર્યું વિરોધ – પ્રદર્શન

હાલમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઇંડાની લારીઓ હટાવવા બાબતે ઝુંબેશ ચાલી રહી છે. અમદાવાદ મનપા દ્વારા ગતરોજ સોમવાર 15 નવેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

અમદાવાદમાં નોનવેજની લારી હટાવવા મામલે મનપા કચેરી ખાતે મેયર ઓફિસ ખાતે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન કોર્પોરેટરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વિપક્ષ દ્વારા AMCના લારીઓ હટાવવાના આદેશના વિરોધમાં આજ રોજ દેખાવ અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. AIIMS અને કોંગ્રેસ દ્વારા મનપાના ગેટ બહાર વિરોધ સાથે પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનના પગલે કચેરીના ગેટ બંધ કરવામાં આવ્યા  હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ અમદાવાદ મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. અને શહેરમાં આવેલી ઘણી લારીઓને બંધ કરાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોથી રાજયના જુદાજુદા વિસ્તારોમાં ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. ગત રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ અંગે એક ચોકાવનારું નિવેદન આપ્યું છે. આણંદ ખાતે ભાજપના સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી ભાષણમાં જણાવ્યુ હતું કે, લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે. વેજ-નોનવેજનો કોઇ પ્રશ્ન છે જ નહીં. લારીમાં વેચાતો ખાદ્ય પદાર્થ હાનિકારક ન હોય. હાનિકારક લારીઓને હટાવવામાં આવશે. સાથે ટ્રાફિકમાં અડચણરૂપ લારીઓને પણ દૂર કરવામાં આવશે. લારીઓ ઉપર વેચતો ખોરાક  સ્વાસ્થ્ય માટે હાનિકારક ન હોવો જોઈએ

જ્યારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, નોનવેજ કે વેજ તમામ લારીના દબાણ હટવા જોઇએ. ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી. અને રોડ પર લારીનું દબાણ એ લેન્ડ ગ્રેબિંગ સમાન છે. તેઓએ કહ્યું કે લારીઓના ધુમાડાથી લોકોને નુકસાન થાય છે.

ગુજરાત /  હવે નગરપાલિકાના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કરશે વિરોધ, જાણો કેમ ?

કોરોના કેસમાં વધારો / અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવવાની શરૂઆત