Not Set/ બનાસકાંઠાનાં નાનકડા ગામમાં વરરાજો દુલ્હનને લેવા લઈને પહોચ્યો હેલિકોપ્ટર

દીપલના દુલ્હેરાજા દીપલને ફરીથી તેડવા માટે બાઈક, કાર કે બસ નહિ પરંતુ હેલિકોપ્ટર લઈને પહોંચી ગયા હતા. દીપલના વરજી યશ પરમાર તેની ઈચ્છા પૂરી કરવા માટે અમદાવાદથી હેલિકોપ્ટર લઈને અરણીવાડા પહોચ્યા હતા.

Top Stories Ajab Gajab News
બનાસકાંઠાનાં

આજકાલ લગ્ન હોય, બર્થડે હોય કે અન્ય કોઈ સેલિબ્રેશન હોય. ખુશીનો મોકો હોય એટલે લોકોને અન્ય કરતા કશું અલગ અને કઈક ખાસ કરવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. લોકો નવું અને આકર્ષિત કરવામાં અવનવા હથકંડા અપનાવી અને નોખા દેખાવા પ્રયત્નો કરવામાં આવે છે. આવી જ એક ટ્રાય બનાસકાંઠાનાં કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે એક યુવકે કરી છે. બનાસકાંઠાનાં આ યુવકે એવું કર્યું કે બધા જોતા રહી ગયા.

અરણીવાડા ગામના પસાભાઈ ભાણાભાઈ પરમારની દીકરી દીપલના લગ્ન 10 દિવસ પહેલા કરવમાં આવ્યા હતા. લગ્નબાદ દીપલ તેડું આવેલી. હવે દીપલના દુલ્હેરાજા દીપલને ફારીથી તેડવા માટે બાઈક, કાર કે બસ નહિ પરંતુ હેલિકોપ્ટર લઈને પહોંચી ગયા હતા. દીપલના વરજી યશ પરમાર તેની ઈચ્છા પૂરી કરવા માટે અમદાવાદથી હેલિકોપ્ટર લઈને અરણીવાડા પહોચ્યા હતા. યશને આ રીતે જોઇને દીપલ ખૂબ ખુશ થઇ હતી જોકે આખા ગામમાં લોકોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું.

અવારનવાર અનોખા લગ્ન જોવા મળે છે અત્યારે થોડા સમય પહેલા પણ આવા એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. હિંદુ સમાજમાં સામાન્ય રીતે એક પત્નીનો કાયદો છે. પરંતુ એક પત્નીની હયાતીમાંપુરુષ બીજા લગ્ન નથી કરી શકતો. આદિવાસી સમાજ આ કાયદાથી પરે છે. આ સમાજના રીત અને રીવાજો અન્ય સમાજથી ઘણા અલગ પડે છે. તેમાં લગ્નની પરંપરા પણ સામેલ છે. હાલમાં એક લગ્નપત્રિકા ખુબ જ વાઈરલ થી રહી છે. જે અનુસાર એક પુરુષ એક સાથે બે મહિલાઓ સાથે એક જ માંડવે લગ્ન કરવા જઈ  રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે આગામી 9મી મેના રોજ એક લગ્ન થયા હતા. જેમાં એક જ મંડપમાં, એક જ દિવસે અને સમયે એક સાથે બે કન્યાઓ એક જ વ્યક્તિ સાથે લગ્નગ્રંથિથી જોડાયો હતો. એક જ લગ્ન મંડપમાં વરરાજા બે યુવતી સાથે લગ્ન  કર્યા હતા.  આ કીસ્સો થોડો ચોકાવી દે તેવો હતો પરંતુ આદિવાસી સમાજમાં આ સામાન્ય ઘટના હતી.

ચેન્નઈથી વધુ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક પ્રેમી યુગલે ઉંડા પાણીની અંદર સાત ફેરા લીધા હતા. પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે તામિલનાડુમાં થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ હતી. આ અનોખા લગ્ન તામિલનાડુના નીલકંરઇ બીચ પર થયા હતા, જ્યાં એક આઇટી એન્જિનિયર દંપતીએ દરિયાની અંદર પરંપરાગત ડ્રેસ લગ્ન કર્યા હતા. દુલ્હનની સાડી પહેરી હતી ત્યારે વરરાજાએ લુંગી પહેરી હતી. મુહૂર્ત શરુ થયુ તો બન્નેએ દરિયામાં કૂદકો માર્યો અને એકબીજાની માળા પહેરાવીને 60 ફૂટ ઉંડા પાણીમાં ગયા અને આગને બદલે સમુદ્રને સાક્ષી માનીને લગ્ન કર્યા. જસ્ટ મેરિડ કપલે જણાવ્યું હતું કે તે ચિન્નાદુરાઇ એક લાઇસન્સ પ્રાપ્ત સ્કુબા ડાઇવર છે, જ્યારે શ્વેતાએ લગ્ન માટે ખાસ ડઇવીંગ શીખ્યું છે. આવા લગ્નનો વિચાર ચિન્નાદુરાઇના ટ્રેનર અરવિંદ અન્નાએ આપ્યો હતો.

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશમાં યોગી સરકારનો મોટો નિર્ણય,હવે મદરેસાને કોઇ ગ્રાન્ટ નહીં મળે