ગુજરાત/ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગનો સપાટો , ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા પાંચ ડમ્પર ઝડપાયા

જિલ્લાના બજાણા, જોરાવરનગર અને ધ્રાંગધ્રા સહિતના વોચ ગોઠવી અને ખનીજ ચોરી કરતા ડમ્પર સહિતનો મુદામાલ ઝડપાયો

Gujarat
Untitled 13 4 સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગનો સપાટો , ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા પાંચ ડમ્પર ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત રેતી ચોરી અથવા કોઈપણ જાતની ખનીજ ચોરી થતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે. જેને લઇને સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ એકશન મોડમાં આવ્યું છે. રાત્રિ દરમિયાન સતત હાઇવે ઉપર ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર, ધાંગધ્રા, જોરાવનગર રોડ રસ્તા ઉપર જે સ્થળોએ ખનીજ ચોરી થઈ રહી છે. ત્યાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જેને લઇને સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા જે ડમ્પરો ખનીજ કરી અને પસાર થતા આવે તેને ઊભા રાખી અને તેની પાસે રોયલ્ટી સહિતની વસ્તુ માંગતા એમની પાસે ન હોય તેવા પાંચ ડમ્પરને જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બનતા જઈ રહ્યા હોવાની રાવ ફરિયાદ સામે ફરી એક વખત સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ ફરી એક્શનમાં આવ્યું છે. તથા ગ્રામ્ય વિસ્તારના મુખ્ય રસ્તાઓ ઉપર સતત પેટ્રોલીંગ હાથ ધરીને બેફામ રીતે ચોરી કરી રહેલા ખનીજ માફિયાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા ગત રાત્રી ચેકીંગ દરમ્યાન કુલ 5 ડમ્પર અલગ અલગ ખનીજ (બ્લેકટ્રેપ, કવિન્ટાઉન, સાદી રેતી ) ગેરકાયદેર રીતે વહન અંગે પકડી પાડી પોલીસ સ્ટેશન બજાણા, જોરાવરનગર, ધ્રાંગધ્રા ખાતે કબ્જો સોંપ્યો છે અને ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે.

ત્યારે આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ખનીજચોરી અટકે તેવા પ્રયાસો સુરેન્દ્રનગર ખાણ-ખનીજ તંત્રએ હાથ ધર્યા છે. ત્યારે અંદાજીત રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યો છે. પાંચ ડમ્પર સાથે અન્ય જે મુદ્દામાલ છે તે પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા રાત્રી દરમિયાન આવા ડમ્પર ઝડપી લઇ કાર્યવાહી કરવામાં આવતા ખનીજ માફિયાઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અને 5 ડમ્પર સિઝ કરી અને ખાણ-ખનિજ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સરકારની તિજોરી ઉપર કરોડો રૂપિયાનું નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લામાં રોયલ્ટી અને પાસ પરમિશન વગર બેફામ રીતે ખનીજ ચોરી થઈ રહી છે. રોજનો કરોડો રૂપિયાનો કાળો કારોબાર ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારી તિજોરી ઉપર રોજનું કરોડો રૂપિયાનું નુકસાન આવા ખનીજ માફિયાઓ પહોંચાડી રહ્યા છે. જેને લઇને સુરેન્દ્રનગર ખાણ ખનિજ તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવી અને શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી અને ખનીજ ચોરી કરતા માફીઆઓ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને સરકારીની તિજોરી પર થતું નુકસાન અટકવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

જિલ્લામાં સૌથી વધુ બ્લેકટ્રેપ કવિન્ટાઉન અને રેતીનું ગેરકાયદેસર ખનન

સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાં અખૂટ ખનીજ ભંડાર આવેલો છે. જેમાં ખનીજ કોલસો મળી આવે છે અને રેતી મળી આવે છે. કાર્બોસેલ મળી આવે છે તેમજ ધાંગધ્રા પંથકમાંથી માટી મળી આવે છે. ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની રાવ ફરીયાદ ઉઠવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ બ્લેક ટ્રેપ બ્લેકટ્રેપ કવિન્ટાઉન અને રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. આખા અટકાવવા માટે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.

ખાણ-ખનીજ વિભાગે અલગ અલગ ટીમો બનાવી

સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળ વિસ્તારમાં અખૂટ ભંડારમાં ખનીજ હોય અને તે ખનીજ માફિયાઓ બેફામ રીતે ચોરી કરી અને કરોડો રૂપિયાની કમાણી કરતા હોવાની રાવ ફરિયાદ ઉઠતા સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ જાગી ઊઠ્યું છે. અને આવી ખનીજ ચોરી અટકાવવા માટે સાયલા,જોરાવનગર, વઢવાણ, પાટડી અને અન્ય કેટલાક ગામોમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ચેકીંગ કામગીરી હાથ રાત્રિ દરમિયાન કરવામાં આવી છે. અને રાત્રે જે કંઈ ચોરી ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવે છે. તેના ઉપર દરોડા પાડ્યા કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બેફામ રેતી ચોરી બાદ ખાણ ખનીજ વિભાગ જાગ્યુ

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અનેક ગામોમાં રેતી ચોરી થઈ રહી છે અને રેતીચોરી અન્ય રાજ્યોમાં ખનીજ માફિયાઓ દ્વારા પહોંચાડવામાં આવતી હોવાની રાવ ફરિયાદ બાદ સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ જાગ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર મામલતદાર સહિતની ટીમો દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરી અને છેલ્લા બે દિવસથી રેતી ચોરી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બેફામ રેતીચોરી થતી હોવાની સામે ખાણ ખનીજ વિભાગ સફાળું જાગી ઊઠ્યું છે. અને ચેકીંગ કામગીરી હાથ ધરી રહ્યું છે.