Not Set/ કોરોનાનાં દૈનિક કેસમાં ફરી વધારો, શું ત્રીજી લહેરની થઇ રહી છે શરૂઆત?

દેશમાંં કોરોનાનાં કેસ મંગળવારની સરખામણીએ આજે એટલે કે બુધવારે વધુ નોંધાયા છે. દૈનિક કેસો 40 હજારથી ઉપર નોંધાયા હતા.

Top Stories India
11 571 કોરોનાનાં દૈનિક કેસમાં ફરી વધારો, શું ત્રીજી લહેરની થઇ રહી છે શરૂઆત?

દેશમાંં કોરોનાનાં કેસ મંગળવારની સરખામણીએ આજે એટલે કે બુધવારે વધુ નોંધાયા છે. દૈનિક કેસો 40 હજારથી ઉપર નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 43,654 નવા કેસ નોંધાયા છે, જ્યારે 640 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. કોરોનાનાં આ આંકડા પણ ભયાનક છે કારણ કે છેલ્લા એક દિવસમાં દર્દીઓની રિકવરી દૈનિક કેસો કરતા ઓછી રહી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસનાં 41,678 દર્દીઓ ઠીક થયા છે.

11 572 કોરોનાનાં દૈનિક કેસમાં ફરી વધારો, શું ત્રીજી લહેરની થઇ રહી છે શરૂઆત?

આ પણ વાંચો – Interesting / બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

આ નવા આંકડાઓ પછી, દેશમાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક 4,22,022 પર પહોંચી ગયો છે. વળી, કોરોના વાયરસનાં સક્રિય દર્દીઓ 3,99,436 છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મહામારી સામે રસીકરણ અભિયાન પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં કોરોનાની કુલ, 44,61,56,659 ડોઝ આપવામાં આવી છે. જો કે, આ દરમ્યાન, રાહતનાં એક મોટા સમાચાર છે કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનાથી, બાળકો માટે પણ કોરોના રસી ઉપલબ્ધ થઈ શકે છે. મંગળવારે બોલાવાયેલી ભાજપ સંસદીય પાર્ટીની બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી કે, બાળકોની રસીકરણની પ્રક્રિયા આવતા મહિનાથી શરૂ થઈ શકે છે.

આપને જણાવી દઈએ કે અગાઉ એઈમ્સ, દિલ્હીનાં ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ પણ માહિતી આપી હતી કે, બાળકો માટે રસી સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે. ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ઝાયડસની ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે અને ઇમરજન્સીનાં ઉપયોગ માટે મંજૂરી મળ્યા બાદ આ રસી બાળકોને આપવામાં આવશે. આ સિવાય ભારત બાયોટેકની કોવેક્સિન ટ્રાયલનાં પરિણામો પણ સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે.

11 573 કોરોનાનાં દૈનિક કેસમાં ફરી વધારો, શું ત્રીજી લહેરની થઇ રહી છે શરૂઆત?

આ પણ વાંચો – OMG! / વર-કન્યા ફેરા ફરી રહ્યા હતા ત્યારે, કેમેરામેન એવી રીતે ફોટોગ્રાફી કરતો હતો કે , વીડિયો જોઇને હસવું રોકી નહિ શકો

મંગળવારે, કેરળમાં કોવિડ-19 નાં નવા 22,129 કેસ નોંધાયા હતા, ત્યારબાદ ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 33,05,245 થઈ ગઈ છે. વળી, તપાસ સંક્રમણ દર (ટીપીઆર) ફરીથી 12 ટકાને વટાવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 156 દર્દીઓનાં મોત બાદ મૃત્યુઆંક વધીને 16,326 થઈ ગયો છે. 13,145 દર્દીઓ ચેપ મુક્ત બન્યા પછી, રાજ્યમાં રિકવર લોકોની કુલ સંખ્યા વધીને 31,43,043 થઈ ગઇ છે. રાજ્યમાં કુલ 1,45,371 સક્રિય દર્દીઓ છે. રાજ્યનાં પાંચ જિલ્લામાં 2,000 થી વધુ ચેપનાં કેસ નોંધાયા છે. મલાપ્પુરમમાંથી મહત્તમ 4,037 કેસ નોંધાયા છે.