Crime/ અહીં નોધાયો ગુજસીટોક અંતર્ગત વધુ એક ગુનો, અંધારી આલમમાં ફફડાટ

અહીં નોધાયો ગુજસીટોક અંતર્ગત વધુ એક ગુનો, અંધારી આલમમાં ફફડાટ

Top Stories Gujarat Surat
dabeli 14 અહીં નોધાયો ગુજસીટોક અંતર્ગત વધુ એક ગુનો, અંધારી આલમમાં ફફડાટ

સુરત પોલીસ શહેરની માથાભારે ગેગ સામે લાલા આંખ કરી રહી છે તેવામાં વધુ એક કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો ઉપરાંત સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ ઘડેલા કાયદા GCTOC ( ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ ) મુજબ સુરતમાં કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. લાલગેટ પોલીસે અશરફ નાગોરીના ત્રણ સાગરીતની ધરપકડ લાલાગેટ પોલીસ દ્વારા કરવામાં આવી. સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

વિગતવાર વાર વાત કરીએ તો સુરતના લાલગેટ, ચોકબજાર વિસ્તારમાં ફાયરીંગ, ખંડણી, ગેરકાયદેસર હથિયારોના ગુનામાં ઝડપાયેલા તેમજ અંડરવર્લ્ડ સાથે કથિત કનેક્શન ધરાવતા કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ લાલગેટ પોલીસે આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ ઘડેલા કાયદા GCTOC ( ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ ) મુજબ આજરોજ ગુનો નોંધ્યો…

આરોપીના નામ..
૧) મોહમદ અશરફ મોહમદ ઇસ્માઇલ નાગોરી
૨) મોહમદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અસારી
૩) મોહમદ આરીફ ઇસ્માઇલ નાગોરી..
૪) વસીમ મુસ્તફ કુરેશી..
૫) અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોયુદિન શેખ..

પોલીસે રામપુરા પસ્તાગીયા શેરીમાં રહેતા મો.અશરફ ઈસ્માઈલ નાગોરી, તેના 12 સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ સાગરીતની પણ અટકાયત કરી જયારે ગેંગનો મુખ્ય સૂત્રધાર માથાભારે અશરફ નાગોરી હાલ તડીપાર છે ઉલ્લેખનીય છે કે સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

*આરોપીઓએ કેટલા ગુના આચર્યા ઇતિહાસ…

મોહમદ અશરફ મોહમદ ઇસ્માઇલ નાગોરી 12 ગુના આચર્યા..
મોહમદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અસારી 2 ગુના..
મોહમદ આરીફ ઇસ્માઇલ નાગોરી 2 ગુના..
વસીમ મુસ્તફ કુરેશી 2 ગુના..
અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોયુદિન શેખ 5 ગુના…

આ ગેંગની ઇતિહાસ ની વાત કરીએ તો….

સુરતના રામપુરા વિસ્તારમાં બરાબર એક વર્ષ અગાઉ 11 જાન્યુઆરીની મોડીરાત્રે મેલી વિદ્યાની આશંકામાં સામસામા ફાયરીંગની ઘટના બની હતી. માથાભારે અશરફ નાગોરીએ મેલી વિદ્યા કરી છે તેવી આશંકાને પગલે મહેતાબ ભૈયા સાથે તેનો ઝઘડો થયો હતો. તેની જાણ મહેતાબના ભાઈ હાસીમને થતા તે અશરફ પાસે પહોંચ્યો ત્યારે ઝઘડો થતા અશરફે હાસીમ ઉપર ફાયરિંગ કર્યું હતું અને તે સમયે તેને બચાવવા મહેતાબ આગળ આવી જતા તેને ડાબા પગમાં કુલાની નીચેના ભાગે ગોળી વાગી હતી. આથી તેણે પોતાની પાસેની પિસ્તોલથી અશરફ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને લીધે લોકો એકત્ર થઇ જતા તેઓ ત્યાંથી ભાગ્યા હતા.

  • જ્યારે હરેન પંડયા હત્યા કેસમાં ઝડપાયેલો અશરફ નાગોરી વર્ષ 2013 માં પ્રવિણ તોગડીયાની હત્યા માટે મધ્ય પ્રદેશથી લાવેલા હથિયારો સાથે ઝડપાયો હતો..
  • ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની હત્યા માટે હથિયાર પુરા પાડનાર અશરફ નાગોરી વર્ષ 2013 માં વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડીયાની હત્યા માટે મધ્ય પ્રદેશથી લાવેલા 11 પિસ્તોલ અને 62 કારતુઝ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો.
  • વર્ષ 2002 માં સુરત ભાજપના કોર્પોરેટર અને વકીલ હસમુખ લાલવાલા ઉપર પણ ફાયરિંગની ઘટનામાં તે ઝડપાયો હતો.
  • વર્ષ 2003માં અમદાવાદ પોલીસે પોટા હેઠળ અને વર્ષ 2013 અને 2015 માં સુરત પોલીસે પાસા હેઠળ તેની ધરપકડ કરી હતી.
  •  જયારે નવેમ્બર 2020 માં જ તેને તડીપાર કરાયો હતો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…